Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : અમદાવાદ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે મુસાફરો ઝડપાયા

12:37 PM Jun 26, 2024 | Harsh Bhatt
  • AHMEDABAD એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે બે ઝડપાયા
  • જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો
  • ચંદીગઢના સુરજસિંહ નામના વ્યક્તિનું બનાવ્યું હતું પાસપોર્ટ
  • બોગસ પાસપોર્ટના આધારે અબુધાબી કરવાનો હતો મુસાફરી
  • પકડાયેલો આરોપી નેપાળનો રહેવાસી હોવાનું ખુલ્યું
  • નેપાલનું પાસપોર્ટ હોવા છતાં ભારતીય પાસપોર્ટ કઢાવ્યો

AHMEDABAD : નકલી અને બોગસ વસ્તુઓનો કારોબાર હવે એટલી હદ સુધી વિકસી ગયો છે કે હવે અસલી અને નકલી વચ્ચેનો ભેદ શોધવો મુશ્કેલ બન્યો છે. અત્યાર સુધી આપણે નકલી કચેરી, નકલી માર્કશીટ, નકલી પોલીસ ઓફિસર પણ જોયા પરંતુ હવે નકલી અને બોગસ પાસપોર્ટનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે બે વ્યક્તિ ઝડપાયા છે. બંને મુસાફરો આ નકલી પાસપોર્ટના મુસાફરી કરવા માટે જઈ રહ્યા હતા. પરંતુ હવે તેઓ બોગસ પાસપોર્ટ ઉપર મુસાફરી કરે તે પહેલા જ ઝડપાઇ ગયા છે. બંને મુસાફરો સામે એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

નેપાળના રહેવાસીએ બનાવ્યો હતો ભારતીય પાસપોર્ટ

આપણે જોયું છે કે આજકાલ વિદેશ જવા માટે લોકો અલગ અલગ પ્રકારનો કિમીયો અજમાવતા હોય છે.AHMEDABAD એરપોર્ટ ઉપરથી આવી જ ઘટના સામે આવી છે. બે વ્યક્તિઓ બોગસ પાસપોર્ટ ઉપર મુસાફરી કરવા જતા AHMEDABAD એરપોર્ટ ઉપર જ પકડાઈ ગયા છે.પહેલો જગત દલામી નામના 36 વર્ષીય યુવક ઝડપાયો ઝડપાયો છે. તેને ચંદીગઢના સુરજસિંહ નામના વ્યક્તિનો બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.વાસ્તવમાં તે નેપાળનો રહેવાસી હતો, તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે .તેના પાસે નેપાળનો પાસપોર્ટ હોવા છતાં તેને ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો.મળતી માહિતી અનુસાર તે બોગસ પાસપોર્ટના આધારે અબુધાબી મુસાફરી કરવાનો હતો. પરંતુ તે પહેલા જ તે પકડાઈ ગયો છે.

બંને મુસાફરો સામે એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ

AHMEDABAD એરપોર્ટ ઉપરથી જ અન્ય એક બંસી સાવનિયા નામની મહિલા બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઈ હતી.જે માહિતી હાલ સામે આવી રહી છે તેના અનુસાર તે બોગસ પાસપોર્ટના આધારે લંડન મુસાફરી કરવાની હતી.હવે બંને મુસાફરો સામે એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રાજકોટ બંધને સફળતા મળતા હવે કોંગ્રેસ…..