Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: શહેરમાં મોડી રાત્રે મેઘ થયા મહેરબાન, ઠેર-ઠેર વરસાદની જોરદાર બેટિંગ

08:04 AM Jun 25, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં મોડી રાત્રે જોરદાર વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મોડી રાત્રે વરસાદ થતા ગરમીથી રાહત મળી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. વિગતે વાત કરવામાં આવે તો ઈસનપુર, ઘોડાસર અને નારોલમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આ સાથે વટવા, રામોલ અને મણીનગરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો બાપુનગર, વિરાટનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, ભારે વરસાદ બાદ શહેરના વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.

મોડી રાતથી લઈને સવાર સુધી વરસાદ જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદે જોરદાર બેટિંગ કરી છે. મોડી રાતથી લઈને સવાર સુધી વરસાદ જોવા મળ્યો છે. આ સાથે શહેરની સ્થિતિની વાત કરવામાં આવે તો, ફાયર વિભાગને રાત્રે ઇમરજન્સીના 9 કોલ મળ્યા હતા. જેમાં આગ લાગવાના 4 કોલ અને ઝાડ પડવાના 5 કોલ મળ્યા હતા. નોંધનીય છે કે, તમામ કોલ પર ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

અમદાવાદ શહેરમાં વરસાદે AMCની ખોલી પોલ

આ સાથે સાથે શહેરમાં વરસાદને લઈને તંત્રની પ્રી મોન્સુન કામગીરીની વાત કરવામાં આવો તો, અમદાવાદ શહેરમાં વરસાદે AMCની પોલ ખોલી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદને લઈને તંત્રની પ્રી મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી છે. મળતી જાણકારી પ્રમાણે ભગવાન જગન્નાથજીના મોસાળ તરફ જવાના રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, આ વરસાદી પાણીમાં AMTS બસ ખોટકાઈ હતી. આ સાથે શારદાબેન હોસ્પિટલન બહાર વરસાદી પાણી ભરાયા હતા. નોંધનીય છે કે, હોસ્પિટલમાં જવાના રસ્તે પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો: Kutch : દીકરીની ઉંમરની યુવતી સાથે જાહેરમાં ST બસનો ડ્રાઇવર અશ્લિલ હરકતો કરતો Video વાઇરલ

આ પણ વાંચો:  Ahmedabad : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 73 વર્ષીય કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત

આ પણ વાંચો:  Porbandar : ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે સતત ચોથીવાર પવન શિયાળની પસંદગી