Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rashtriya Raksha University: ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનનો ઉદ્ઘાટન સમારોહ

12:48 PM Jun 23, 2024 | VIMAL PRAJAPATI

Rashtriya Raksha University: આજે ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (Rashtriya Raksha University) ખાતે ભારત સેન્ટર ઓફ ઓલમ્પિક રિસર્ચ અને શિક્ષણ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ ભારત કેન્દ્રનો ઉદ્દેશ ઓલિમ્પિક જ્ઞાનને આગળ વધારવા અને સંશોધન અને શિક્ષણ દ્વારા રમતગમતમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ સીમાચિહ્નની ઉજવણી કરવા માટે, આજે 23 જૂન, 2024 ના રોજ ઉદ્ઘાટન સમારોહમાં યોજવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ઘટનાનો ભાગમાં ખાસ અતિથિ પદ્મશ્રી કુશળ ભારતીય એથ્લેટ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વર્તમાન પ્રમુખ પી.ટી. ઉષા આ પ્રતિષ્ઠિત પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત થયા હતા.

સ્થળ વ્યવસ્થા આયોજન અને સ્થતિ બાબતે પણ ચર્ચા

વિગતે વાત કરીએ તો ભારતીય એથ્લેટિક્સમાં તેમનો વ્યાપક અનુભવ અને યોગદાન તમામ પ્રતિભાગીઓને અમૂલ્ય આંતરદૃષ્ટિ અને પ્રેરણા પ્રદાન કરવા માટે એક મહત્વના અતિથિ અને તેમના અનુભવો અને રિસર્ચ સેકટરમાં ચર્ચા અને રિસર્ચ સેન્ટર ખુલ્લું મુકાયા પછી તેમને સેન્ટરની મુલાકાત લીધી હતી. 2036 માં યોજાનારી ઓલમ્પિકમાં કેવું સ્થળ વ્યવસ્થા આયોજન અને સ્થતિ બાબતે પણ ચર્ચા થઈ હતી. તમને જણાવ્યું હતું કે, ‘ઈન્ફ્રાસ્ટ્રકચર ની દ્રષ્ટિ એ દેશ માં ગુજરાત ખાસ અમદાવાદ અને તે વિકસિત છે.’

યુનિવર્સિટીમાં ખાસ ઓલમ્પિક રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન

આ મેગા ઈવેન્ટમાં ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સ્પોર્ટ્સ લેન્ડસ્કેપમાં એક અગ્રણી વ્યક્તિ તરીકે, તેમની ભાગીદારી આ પ્રસંગમાં ખૂબ ઉપયોગી રહી હતી. મહત્વની વાત છે કે, 2036ની ઓલિમ્પિકની પણ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સરદાર વલ્લભ ભાઈ આંકલેવ ખાતે 6 જેટલા સ્ટેડિયમ પણ બનવાનો શરૂઆત થઈ ગઈ છે. આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (Rashtriya Raksha University)માં ખાસ ઓલમ્પિક રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન થયું હતું. આ ઇવેન્ટ આગળ જતાં ઓલમ્પિક યોજાવાની છે તેમાં મહત્વ ની ભૂમિકા પ્રદાન કરશે.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: પોલીસ પરવાનગી અને ફાયર NOC વિના ચાલતું હતું Casanova Cafe, માલિકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: Crime News: અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, અંગત અદાવતે યુવકનું ઢીમ ઢાળી દીધું

આ પણ વાંચો: Kutch Mango: વિદેશમાં કચ્છી કેરીની છે બોલબાલા! UK ની બજારમાં દરરોજ 1 લાખ કિલો કેશર કેરીની ડિમાન્ડ