Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ

03:27 PM Jun 22, 2024 | Vipul Pandya

Jawahar Chawda : સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ મળી રહ્યા છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chawda ) એ વીડિયો રિલીઝ કરીને મોટો ધડાકો કર્યો છે. જવાહર ચાવડા લોકસભાની આખી ચૂંટણીમાં ગાયબ રહ્યાં બાદ હવે સામે આવ્યા છે. ભાજપના કોઈ કાર્યક્રમમાં જવાહર ચાવડા સક્રિય દેખાયા ન હતા. હવે પક્ષની કાર્યવાહીની સંભાવના વચ્ચે તેમણે વીડિયો સંદેશ આપ્યો છે.

જવાહર ચાવડાના સોશિયલ મીડિયામાં પણ ફેરફાર

પૂર્વ મંત્રી જવાહર ચાવડાના સોશિયલ મીડિયામાં પણ ફેરફાર થયા છે. તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ભાજપની પોસ્ટ ગાયબ જણાઇ છે. જવાહર ચાવડાના સોશિયલ મીડિયામાં અગાઉ કમળ છવાયેલું હતું. ઉલ્લેખનિય છે કે માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જવાહર ચાવડા સામે ભાજપના જ ધારાસભ્યએ પક્ષવિરોધી પ્રવૃત્તી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

વીડિયોની શરૂઆતમાં જ ઓફીસમાંથી કમળનું પોસ્ટર ઉખાડ્યું

હવે પક્ષવિરોધી પ્રવૃતિના આરોપો વચ્ચે જવાહર ચાવડા મેદાનમાં આવ્યા છે. તેમણે સાંસદ મનસુખ માંડવિયાને સંબોધીને ફેસબૂક પર વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે વીડિયોની શરૂઆતમાં જ ઓફીસમાંથી કમળનું પોસ્ટર ઉખાડ્યું હતું. પોતાની ઓળખ અંગે જવાહર ચાવડાએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે માણાવદરમાં કરેલા કામો અંગે વીડિયોમાં વાત કરી હતી. ડાર્કઝોન સહિતના ખેડૂતોના કામ કર્યા અંગેની તેમણે વાત કરી હતી.

પોતાને ક્રાંતિકારી નેતા ગણાવ્યા

વીડિયોમાં જવાહર ચાવડાએ પોતાને ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે જવાહર ચાવડા લોકસભા ચૂંટણી સમયે નિષ્ક્રિય રહ્યાં હતા અને ભાજપના કોઈ કાર્યક્રમમાં સક્રિય દેખાયા ન હતા. હવે પક્ષની કાર્યવાહીની સંભાવના વચ્ચે તેમણે વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જવાહર ચાવડા 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેઓ આહિર સમાજના અગ્રણી છે.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ વ્યંગબાણ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે સિમ્બોલ લઇને ફરતા લોકોએ કામ કરવું જોઇએ. નામ પાછળ ભાજપ લગાવે તેમણે ભાજપનું કામ કરવું જોઇએ.

આ પણ વાંચો—-Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય