Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Forecast : હવામાન વિભાગે ગુજરાત માટે કરી ભયાનક આગાહી

02:41 PM Jun 22, 2024 | Vipul Pandya

Forecast : ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી (Forecast) મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં પહેલીવાર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 24 જૂને ભાવનગર, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે બોટાદ, અમરેલી, નર્મદા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

પહેલીવાર વરસાદનું ઓરેન્જ એલર્ટ

સીઝનમાં પહેલીવાર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતભરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેરની શક્યતાઓ ઉભી થઈ છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચશે

હવામાન વિભાગની આગાહી અનુસાર 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. એટલે કે 20થી 30મી જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો— Gujarat: 24 કલાકમાં 30 તાલુકામાં મેઘ મહેર, ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઇંચ વરસાદ

આ પણ વાંચો— Monsoon : રાજ્યમાં આજથી મેઘરાજા બોલાવશે ધબડાટી…