Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

10 જૂનથી ચોમાસું નવસારી પર સ્થિર….!

08:11 AM Jun 19, 2024 | Vipul Pandya

Monsoon : રાજ્યમાં ચાલુ વર્ષ 5 દિવસ વહેલું ચોમાસું (Monsoon) આવી ચૂક્યું છે અને દેશમાં લગભગ 4 દિવસ ચોમાસું વહેલું આવ્યું છે. જ્યારે રાજ્યમાં ચોમાસું વહેલું આવ્યા બાદ 4થી 6 દિવસનો મોનાસુન બ્રેક પણ આવ્યો છે.

ચાલુ વર્ષે ગુજરાતમાં 71% વરસાદની ઘટ

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 10 જૂનથી ચોમાસું અટવાયું છે. જેના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં 71% વરસાદની ઘટ જોવા મળી રહી છે. જ્યારે રાજ્યના અલગ અલગ 5 ઝોનમાં કુલ 93% વરસાદની ઘટ જોવા મળી છે. જેમાં ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 74% ની ઘટ છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 70% જેટલી વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 60% થી વધુની ઘટ જોવા મળી રહી છે.

અત્યાર સુધીમાં સોથી વધુ વરસાદ 33 જિલ્લામાંથી દ્વારકામાં 120 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સોથી વધુ વરસાદ 33 જિલ્લામાંથી દ્વારકામાં 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહીત કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દ.ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ આજે વરસાદ વરસી શકે છે.

20 તારીખ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

જ્યારે આગામી 20 તારીખ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 25 તારીખ પછી સારો વાવણી લાયક વરસાદ વરસી શકે છે.

અહેવાલ–પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો—– WEATHER UPDATE : રાજ્યમાં વરસાદ અંગે મોસમ વિભાગની આગાહી, જાણો ક્યારે અને કયા કરશે મેઘરાજા એન્ટ્રી

આ પણ વાંચો—- Rain Forecast: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા

આ પણ વાંચો– Rain: જામ ખંભાળિયા પંથકમાં 24 કલાકમાં જ સિઝનનો 32 ટકા વરસાદ થઈ ગયો