Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગટર લાઇનની કામગીરી કરતા તંત્ર બન્યું બેદરકાર, Gujarat First એ નિભાવી જાગૃત નાગરિકની ફરજ

05:39 PM Jun 16, 2024 | VIMAL PRAJAPATI

Gujarat First: વાડજ મેટ્રો સ્ટેશન નીચે મહત્વનો આવ જાવ માટેનો રોડ છે, જે વાડજ નિર્ણય નગર અને નવા વાડજ તરફ જતો રસ્તો છે ઠીક મેટ્રો ટ્રેનના સ્ટેશન વાડજની નીચેના રોડ પર ગટરનું કામ કાજ અગાઉ ચાલતું હતું. હવે ગટર બની ગઈ અને આસપાસનો ડામર પણ સુકાઈ ગયો અને કામ પૂર્ણ થયું પણ તંત્ર જ્યાં ગટરનું કામ કર્યા પછીનો મલબો જે જૂની ગટરનો હતો તે ત્યાં ને ત્યાં રોડ પર મૂકી દીધેલો હતો. તેની સાથે જે કામ ચાલુ છે તેનું સાઈડ બોર્ડ મૂકીને તંત્રના કામ કરતા લોકો જેવી તેવી હાલતમાં મૂકી અને જતા રહ્યા હતા. આ દરમિયાન ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ને આ બાબત ધ્યાને આવતા તંત્રનું કામ અમારે કરવું પડ્યું.

કામ કરનાર બેજવાબદાર વ્યક્તિઓ ક્યારે સુધરશે?

નોંધનીય છે કે, જે હાલતમાં મૂકીને ગયા ત્યાં કોઈ રાત્રિ દરમિયાન અહીથી પસાર થાય તો ચોક્કસ અકસ્માત થઈ શકે અને ગંભીર રીતે ઘાયલ થાય તેવું પણ જોખણ રહેલું છે. આવી સ્થિતિમાં તંત્રના માણસો મૂકીને જતા રહ્યા છે. ત્યારે આ જાગૃત નાગરિકની ફરજ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા નિભાવવામાં આવી અને સાઈન બોર્ડને ખસેડવામાં આવ્યું પરંતુ એ ગટરનો મલબો અતિશય ભારે હોય 4 કે 5 વ્યક્તિથી ખશે એમ છે જે અહી તંત્રના કામ કરનાર બેજવાબદાર વ્યક્તિઓ રોડ પર જ મૂકીને જતા રહ્યા છે.

આખરે ક્યા સુધી આવી બેદરકારી થતી રહેશે?

ચોમાસાની કામગીરી વરસાદ શરૂ થાય તે પહેલા જ પરિસ્થિતિ આવી બેદરકારી વાડી છે. જ્યાં ત્યાં ગટરના સાઈન બોર્ડ અને આર.સી.સીનો ગટરનો જૂનો મલબો રોડ પર જ મૂકીને જતા રહ્યા હતા જે અકસ્માતને આમંત્રણ આપતો આ વિસ્તાર મેટ્રો સ્ટેશન વાડજના નીચેના રોડ પર તંત્ર બેદરકાર છે. તેની લઈને ગુજરાત ફર્સ્ટ ફરજ સમજીને સાઈન વોર્ડ તો હટાવી દીધું પરંતુ જૂનો ગટરનો મલબો ક્યારે હટાવશે? ગુજરાત ફર્સ્ટ બેદરકાર તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યું છે કે, જ્યારે કોઈ અકસ્માત થશે ત્યારે?

આ પણ વાંચો: Gujarat: ‘ખેડૂતો આ નક્ષત્રમાં વાવણી કરી લે’ અંબાલાલે વરસાદને લઈને આપી આગાહી

આ પણ વાંચો:  NEET Exam : ગેરરીતિ મુદ્દે ગુજરાતમાં પણ વાલીઓમાં ભારે રોષ, બેઠક યોજી લીધો મોટો નિર્ણય!

આ પણ વાંચો: Surat : જહાંગીરપુરામાં ગીઝર ગેસ લીકેજ થતાં 4 લોકોનાં મોત થયાં હોવાનો અનુમાન, PM રિપોર્ટની રાહ