Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh: ગણેશ જાડેજા સહિત આઠેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર, જૂનાગઢ જેલ મોકલવા કોર્ટેનો આદેશ

07:24 PM Jun 06, 2024 | VIMAL PRAJAPATI

Junagadh: ગણેશ ગોંડલનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, કાલે જુનાગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે ગણેશ ગોંડલ વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તેમને જણાવી દઇએ કે, ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે રિમાન્ડ નામંજૂર કરીને ગણેશ જાડેજા અને તેના સાથીઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી. ત્યારે સામે બચાવ પક્ષના વકીલ દ્વારા આવા કેસમાં રિમાન્ડની જરૂર ન હોવાની દલીલ કરવામાં આવી હતી. જેથી એડિશનલ સેશન્સ જજ બીનાબેન સી ઠક્કર એ આ દલીલ માન્ય રાખી રિમાન્ડ નામંજૂર કર્યા છે.

મારપીટ અને અપહરણના કેસમાં નાસતા ફરતા ગણેશ ગોંડલની ધરપકડ

તમને જણાવી દઇએ કે, જુનાગઢ મારપીટ અને અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ મીડિયા સામે આવેલી તસ્વીરો પ્રમાણે ધરપકડ બાદ પણ ગણેશ ગોંડલ હસી રહ્યો હતો. જાણે પોલીસનો તેને કોઈ ડર જ નથી. એવુ લાગી રહ્યું હતું કે, તે જાણે પોલીસની પકડમાં નહીં પરંતુ પોતાના મામાના ઘરે ગયો હોય! નોંધનીય છે કે, ઘણા સમયથી તે પોલીસની પકડથી દુર રહ્યો હતો પરંતુ કાલે તેની જુનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. આજે મીડિયા સામે ગણેશ ગોંડલ હસતા ચહેરે જોવા મળ્યો હતો. શું તેણે કરેલા કામ માટે કોઈ જ પસ્તાવો નહીં હોય? જો કે, વીડિયો જોતા તો એવું જ લાગી રહ્યું છે તેને કોઈ જ પસ્તાવો નથી.

આરોપીઓ વધુ હતા અને પોલીસની બે ગાડીઓ હતી

ઘટનાની વધારે વિગતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જુનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાનું અપહરણ કરીને માર માર્યાની ફરિયાદ ગણેશ ગોંડલ સામે નોંધાઈ હતી. ધરપકડની વાત કરવામાં આવે તો આરોપીઓ વધુ હતા અને પોલીસની બે ગાડીઓ હતી.આરોપી ભાગી ન જાય એટલે જે ગાડીમાં ગણેશ જાડેજા હતો તેમાંજ પોલીસ ગાડીમાં બેસી ગઈ હતી. ત્યારબાદ પોલીસ ગાડી ચલાવી જૂનાગઢ લઈ રવાના થઈ હતી. નોંધનીય છે કે, તપાસ માટે sit ની રચના કરવામાં આવી છે. આ સાથે સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી…

આ પણ વાંચો: Junagadh: શું હતો ગણેશ ગોંડલનો વિવાદ? માર મારવા ઉપરાંત અપહરણની છે ફરિયાદ

આ પણ વાંચો: Junagadh: આખરે ગણેશ ગોંડલની ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર