Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh: ગણેશ ગોંડલની ધરપકડ બાદ તપાસ અધિકારીએ આવું કેમ કર્યું ?

08:25 AM Jun 06, 2024 | Vipul Pandya

Junagadh: જૂનાગઢ (Junagadh) ના દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાના ગણેશ ગોંડલની બુધવારે રાત્રે ધરપકડ થયા બાદ હવે ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મળી રહેલા સમાચાર મુજબ આ કેસની તપાસ કરી રહેલા SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યા કરશે.

પોલીસ ગણેશ ગોંડલની શોધખોળ કરી રહી હતી

જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં ધારાસભ્ય પુત્ર ગણેશ ગોંડલ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગણેશ ગોંડલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જેથી જૂનાગઢ એલસીબી પોલીસ સહિત પોલીસની 5 ટીમો ગણેશ ગોંડલની શોધખોળ કરી રહી હતી. જો કે આ મામલે દલિત સંગઠનોએ ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચેરી હતી.

SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતર્યા

દરમિયાન પોલીસે બુધવારે રાત્રે ગણેશ ગોંડલને ઝડપી પાડ્યો હતો. ગણેશ ગોંડલ હાલ પોલીસ લોકઅપમાં છે ત્યારે આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ જૂનાગઢ પોલીસના SC/ST સેલના DYSP જે.કે.ઝાલા કરી રહ્યા હતા પણ ગણેશ ગોંડલની ધરપકડ બાદ તેઓ અચાનક જ રજા પર ઉતરી ગયા છે. તેઓ ક્યા કારણોસર રજા પર ઉતરી ગયા છે તેના ચોક્કસ કારણો મળતા નથી પણ ગણેશ ગોંડલની ધરપકડ થવી અને તપાસ અધિકારીને રજા પર ઉતરી જવું તે સંયોગ વિશે લોકોના મનમાં અનેક સવાલો છે.

કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યાને સોંપાઈ

તપાસ અધિકારી જ રજા પર ઉતરી જતાં હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યાને સોંપાઈ છે. પોલીસ ગણેશ ગોંડલ સહિતના આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરશે. સમગ્ર ગુજરાતની નજર આ ચકચારી કેસમાં રહી છે કે તપાસ કઇ રીતે થાય છે.

આ પણ વાંચો—- Junagadh: શું હતો ગણેશ ગોંડલનો વિવાદ? માર મારવા ઉપરાંત અપહરણની છે ફરિયાદ

આ પણ વાંચો– Junagadh: આખરે ગણેશ ગોંડલની ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર

આ પણ વાંચો—- ગણેશ ગોંડલ પર પોલીસના ચારહાથ, દલિત સમાજે હવે કંટાળીને ભર્યું મોટુ પગલું