Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh : પોલીસની 5 ટીમોના દરોડા પણ ગણેશ ગોંડલ હજું પકડાતો નથી

08:26 AM Jun 03, 2024 | Vipul Pandya

Junagadh : જૂનાગઢ (Junagadh) ના એનએસયુઆઇના શહેર પ્રમુખ યુવકનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવા માટે પોલીસની 5 ટીમોએ વિવિધ સ્થળો દરોડા પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમા ગણેશ ગોંડલના 3 સાથીદારો પોલીસની પકડમાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આગામી ગુરુવાર સુધીમાં ગણેશ ગોંડલ સહિત 11 આરોપીની ધરપકડ માટેનું અલ્ટિમેટમ અપાયું છે.

યુવકની અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી

તાજેતરમાં જૂનાગઢના એનએસયુઆઇના પ્રમુખ સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ દ્વારા અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી નગ્ન કરી વિડીયો બનાવવામાં આવ્યો હતો.જે મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જે મામલે ગુનામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દિકરા ગણેશ તેમજ તેના સાગીરતોને પકડવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જુનાગઢ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ ગુનો આચરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવું અને ગુજસીટોક નો ઉમેરો કરી તાત્કાલિક આરોપીઓને પકડવા માંગ કરાઇ હતી.

આગામી ગુરૂવાર સુધી જો આરોપીઓ નહીં પકડાય તો આત્મિવિલોપનની ચીમકી

જુનાગઢ શહેરના એનએસયુઆઇ પ્રમુખ અને કોરિયોગ્રાફર તરીકે કામ કરતા સંજય રાજુભાઈ સોલંકીને ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ગોંડલના પુત્ર ગણેશ સાથે ગાડી ધીમી ચલાવવા બાબતેનું બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ રાત્રિના સમયે ગણેશ તેમજ તેના 10 સાગરિતોએ ત્રણ ગાડીઓ સાથે આવી સંજય સોલંકીનું અપહરણ કરી ગયા હતા અને સંજય સોલંકી ને ગોંડલ લઈ જઈ વિડીયો બનાવી માર મારવામાં આવ્યો હતો અને જુનાગઢ સાબલપુર ચોકડીએ નજીક ફોરવીલ કારમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો. સંજય સોલંકી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે પહોંચ્યો હતો અને જ્યાં તેને સારવાર લેવાની શરૂ કરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે સંજય સોલંકીનું અપહરણ કરનાર ગણેશ તેમજ તેના 10 સાગરિતો વિરુદ્ધ હત્યાની કોશિશ અપહરણ રાયોટીંગ,જાનથી મારી નાખવાની ધમકી, એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છે. જ્યારે આ મામલે ભોગ બનનારના પિતા રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી ગુરૂવાર સુધી જો આરોપીઓ નહીં પકડાય તો પરિવાર સાથે કાળવા ચોક આંબેડકરના પૂતળા પાસે આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

ગણેશ ગોંડલના ત્રણ સાથીદારો પોલીસના સંકજામાં

આ બનાવમાં ધારાસભ્ય પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ માટે પોલીસે દરોડા પાડવાનું શરુ કર્યું છે. જૂનાગઢ LCB સહીત પોલીસની પાંચ ટીમો ગણેશ ગોંડલની શોધખોળ કરી રહી છે. દરમિયાન ગણેશ ગોંડલના ત્રણ સાથીદારો પોલીસના સંકજામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગુરુવાર સુધીમાં ગણેશ સહીત 11આરોપીઓની ધરપકડ માટે અલ્ટીમેટમ અપાયું છે. જૂનાગઢ પોલીસની પાંચ ટીમોના દરોડા છતાં હજું ગણેશ પોલીસ પકડ થી દૂર છે.

આ પણ વાંચો—– Junagadh: 24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરાય નહીં તો જૂનાગઢ શહેર બંધ કરીશું