Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Summer : આજથી ખાસ સાચવજો, ચેતવણી જાહેર…!

07:44 AM May 18, 2024 | Vipul Pandya

Summer : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવે ઉનાળા (Summer) એ તેનો અસલ મિજાજ બતાવાનું શરુ કર્યું છે. રાજ્યભરમાં આજથી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે અને નાગરિકોને ખાસ સાવચેત રહેવાની અપિલ પણ કરવામાં આવી છે.

રાજ્યભરમાં આજથી બે દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવવાનું શરુ કર્યું છે. રાજ્યભરમાં આજથી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ગરમીનો પારો 43 ડિગ્રીથી 45 ડિગ્રી રહી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ભુજમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ ની ચેતવણી જાહેર કરાઇ છે.

હિંમતનગર 45 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

શુક્રવારે પણ રાજ્યમાં અસહ્ય ગરમીનો અહેસાસ થયો હતો. રાજ્યના 11 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે
અમદાવાદમાં 44.2 ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ગરમી હિંમતનગરમાં નોંધાઇ હતી. હિંમતનગર 45 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ગરમીનું તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રી રહેવાની ધારણા

અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ તાપમાનનો પારો ગગડ્યો હતો અને માવઠું પણ થયું હતું પણ હવે ફરી એક વાર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને તેમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રીથી 45 ડિગ્રી રહેવાની ધારણા કરાઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આ બાબતે નાગરિકોને સાવચેત રહેવા અપિલ કરી છે.

ગરમીના લક્ષણો

અસહ્ય ગરમીના કારણે શરીરનું તાપમાન ઉંચું રહે છે અને ભારે પરસેવો વળે છે. ચક્કર અને ઉબકા આવે છે તો ત્વચા ગરમ અને લાલ થઇ જાય છે. માથામાં પણ દુખાવો થાય છે.

ગરમીથી બચવા આ કરો

ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઇએ. ખાસ કરીને પાણી, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણીનું વધારે સેવન કરવું જોઇએ. તાજા ફળો અને શાકભાજી ખાવા જોઇએ. તીખું ખાવાનું ટાળવું જોઇએ અને વાસી ખોરાક ટાળવો જોઇએ. ચા, કાફોી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખવું જોઇએ.

  • હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 44.4 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 43.8 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન
  • અમરેલીમાં 43.2 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 42.2 ડિગ્રી તાપમાન
  • છોટાઉદેપુરમાં 41.4 ડિગ્રી તાપમાન
  • ડાંગમાં 41.1 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 39.7 ડિગ્રી તાપમાન
  • વલસાડમાં 39.2 ડિગ્રી તાપમાન
  • દાહોદમાં 38.9 ડિગ્રી તાપમાન
  • નલિયામાં 38.5 ડિગ્રી તાપમાન
  • જામનગરમાં 38.3 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 37.5 ડિગ્રી તાપમાન
  • પોરબંદરમાં 36.7 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 35.8 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો—– Forecast : સાચવજો, રાજ્યમાં આ શહેરમાં નોંધાશે 47 ડિગ્રી તાપમાન…