Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PORBANDAR : ઘેડ પંથકમાં દીપડાની દહેશત સામાન્ય બની; પશુઓના મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો

11:33 PM May 15, 2024 | Harsh Bhatt

PORBANDAR : પોરબંદર ( PORBANDAR ) શહેરી તથા ગામડાઓમાં દીપડાઓના આંટા-ફેરા હવે પહેલા કરતા વધી ગયા છે. જેના કારણે પશુ માલિકોને અવાર નવાર મોટુ નુકશાની વેઠવા વારો આવે છે. ગોસા ઘેડ ગામે પશુઓના શિકાર કરનાર દીપડો હાલ તો પાંજરે પુરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બરડા ડુંગરમાંથી વસવાટ કરતા દીપડા પોરબંદરના ગામડાઓમાં પહોચી જાય છે

પોરબંદર ( PORBANDAR ) તાલુકાના ગોસા ઘેડમાં રહેતા પત્રકાર વિરમભાઇ આગઠે જણાવ્યુ હતુ કે , બરડા ડુંગરમાં વસવાટ કરતા દિપડા અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. પોરબંદરના ( PORBANDAR ) ગોસ(ઘેડ) ગામે મંગળવારે રાત્રીના દિપડો આવી પહોંચ્યો હતો અને ગોસા(ઘેડ)થી થોડે દુર આવેલ નેશનલ હાઈવે રોડ પર આવેલ મમાઈ હોટલેથી પાલતુ ઈગ્લીશ કુતરીનુ મારણ કર્યા બાદ મિજબાની કરી ત્યાથી ગોસા(ઘેડ) ગામે આવી પ્રાથમિક શાળા વિસ્તારમાં ગૌશાળાની સામે દરરોજ રાત્રીના ગાયો અને વાછરડાંઓને ચારો નાખતાં હોય તેથી રાત્રીના ત્યાં બેસતાં હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના દિપડો આવીને એક વાછરડીનું મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ પંથકમાં દિપડાની રંજાળ સામાન્ય બની ગઇ છે. તેમ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે.

ત્યારે ગોસા (ઘેડ) ગામે ગત રાત્રીના તા.૧૪/૦૫/૨૦૨૪ ના એક દિપડાએ મુકામ કર્યું છે. અને વાછરડાંનુ મારણ કરેલ છે. બરડા ડુંગરમાંથી વિહરતા વિહરતા તે છેક પોરબંદર અને હવે તો ગ્રામ્યપંથકમાં ગામની સીમમાં અને ગામમાં પણ હવે પહોંચી જાય છે.

વન વિભાગે ગોઠવેલા પાંજરામા દિપડો પુરાયોને સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા

પશુઓના મારણ પગલે દિપડાને વન વિભાગ પાંજરે પુરે તેવી રજુઆત ગોસા બીટના ફોરેસ્ટ હિતેશભાઈ ને ગોસા(ઘેડ) ના સામાજીક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગઠે કરતાં ગોસા(ઘેડ) ગામે ફોરેસ્ટ ગાર્ડ મહેકભાઈ મકવાણા અને ટ્રેકર જેઠાભાઈ ઓડેદરાએ આવીને મારણ કરેલ જગ્યાનું નિરિક્ષણ કરી દિપડાને પકડી પાડવાની અને પાંજે પુરવાની કવાયત હાથ ઘરી હતી. આ દરમિયાન અંતે મોડી સાંજે દીપડો પાંજરે પુરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અહેવાલ – કિશન ચૌહાણ 

આ પણ વાંચો : HIMATNAGAR : રખડતા ઢોરનો આતંક! રમતા બાળક ઉપર ગાયનો હુમલો, બાળક થયું લોહીલુહાણ