Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara: અમે કોઈ કાયદાને માનતા નથી, જાહેર રસ્તામાં જન્મ દિવસ ઉજવી બુટલેગરોની આતશબાજી

04:59 PM May 14, 2024 | VIMAL PRAJAPATI

Vadodara: રાજ્યમાં અત્યારે બુટલેગરોનો ત્રાસસતત વધી રહ્યો છે. બૂટલેગરો જાહેર રસ્તા પર વારંવાર પોતાની મનમાની કરતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા (Vadodara) શહેરના વાઘોડિયા રોડ પ્રભાત નગર પાસેની આ ઘટના બનવા પામી છે. નોંધનીય છે કે, સંસ્કારી નગરીમાં બુટલેગરોના રાજના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે, આમ રસ્તા પર મનમાની કરીને જન્મદિવસની ઉજવણી કરવી જરાય યોગ્ય નથી. કારણ કે, જાહેર રસ્તાઓ કોઈને વ્યક્તિગત માલિકીના નથી.

જાહેરમાર્ગ વચ્ચે બેફામ ફટાકડા ફોડી દહેશતનો માહોલ ઉભો કર્યો

નોંધનીય છે કે, બુટલેગરો જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. આ રસ્તો જાણે તેમની વ્યક્તિગત માલિકીનો હોય તેવી રીતે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જાહેરમાર્ગ વચ્ચે બેફામ ફટાકડા ફોડી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. મહત્વની વાત તો એ છે આ લોકો પોલીસને પણ ધમકી આપવા લાગ્યા હતા. જ્યારે સ્થળ પર પોલીસ પહોંચી તો PCR વાનનો ઘેરાવો કરી દીધો હતો. આ બુટલેગરોએ પોલીસ કર્મીઓને ધમકી આપી કહ્યું કે, ‘અમે કોઈ કાયદાને માનતા નથી’

સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેંક્યો

મળતી વિગતો પ્રમામે જ્યારે પોલીસ કર્મીઓએ વધુ સ્ટાફ બોલાવ્યો ત્યારે બુટલેગર અને તેના મિત્રો ત્યાથી ફરાર થઈ ગયા હતા. બાપોદ પોલીસે અત્યારે શિવમ કહાર અને લાલી કહાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. એટલું જ નહીં પરંતુ ફરાર બુટલેગરે આખો દિવસ ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેંક્યો હતો. નોંધનીય છે કે, બુટલેગર શિવમ કહારે જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. જો કે, અત્યારે તો પોલીસે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

જાહેર રસ્તાનો ઉપયોગ જન્મ દિવસની ઉજવણી કરવા માટે છે?

વડોદરા (Vadodara) શહેરમાં બુટલેગરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારે બુટલેગરોનો પોતાની મનમાની કરી રહ્યા છે. જાણે તેમને કાયદાનું કોઈ જ ભાન પણ નથી અને પોલીસનો ડર પણ નથી. કારણ કે, શહેરના જાહેર રસ્તાનો ઉપયોગ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે અને આતશબાજી કરવા માટે કરી રહ્યા છે. જો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે તો સામે પોલીસને જ ધમકીઓ આપવામાં આવે છે કે, ‘અમે કોઈ કાયદાને માનતા નથી’

આ પણ વાંચો: 12th Marksheet: વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત, 17 તારીખે કરવામાં આવશે માર્કશીટનું વિતરણ

આ પણ વાંચો: Palanpur : બેંગલુરુમાં ફરજ બજાવતા પાલનપુરના આર્મી જવાનનું મોત, વતનમાં થશે અંતિમ ક્રિયા

આ પણ વાંચો: Ahmedabad : ‘રક્ષક બન્યો ભક્ષક’ ! રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ