Junagadh: ગુજરાતમાં અત્યારે મતદાનનો આખરી ઓપ છે. નોંદનીય છે કે, મતદાન કરવા માટે લોકોમાં ખુબ જ જાગૃતિ પણ આવી છે. લોકો પોતાના તમામ કાર્ય પડતા મૂકીને મતદાન કરવા માટે જઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારે અનેક જગ્યાએ લગ્નનો માહોલ પણ ચાલી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં આજે મતદાન સાથે સાથે અનેક લોકોના લગ્ન પણ છે. આ દરમિયાન લગ્નને પ્રાધાન્ય આપવાને બદલે લોકોએ પહેલા મતદાનને મહત્વ આપ્યું છે. તેમને જણાવી દઈએ કે, મતદારોએ પોતાનો અનોખો ઉત્સાહ દેખાડ્યો છે.
રાસ ગરબા કરતી યુવતીઓ મતદાન કરવા માટે ગઈ
મળતી વિગતો પ્રમાણે જૂનાગઢ (Junagadh)માં મતદાન સમયે અનોખો માહોલ જોવા મળ્યો હતો. અહીં રાસ ગરબા કરતી યુવતીઓ મતદાન કરવા માટે ગઈ હતી. આ યુવતીઓએ મતદાન બાબતે પોતાનો અનેરો ઉત્સાહ દેખાડ્યો હતો. નોંધનીય છે કે, આ યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મતદાન કરવા માટે ગઈ હતી. નોંધનીય છે કે, જૂનાગઢમાં મતદારોએ મતદાનને લઈને અનેરો ઉત્સાહ દેખાડ્યો છે. મળતી વિગતો પ્રમામએ આ યુવતીઓએ મતદાન મથકમાં ગરબા ઘૂમીને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.
દીવમાં હર્ષ ઉલ્લાસ સાથે લોકપર્વની ઉજવણી
ગુજરાતમાં મતદાન સાથે સાથે લગ્નનો માહોલ પણ છે,તેથી દીવ ખાતે વરરાજાએ પરિવાર સાથે જઈને મતદાન કર્યું હતું. નોંધનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હર્ષ ઉલ્લાસ સાથે લોકપર્વની ઉજવણી કરવામાં આવી છે. પોતાના લગ્ન હોવા છતાં મતદાનને ફરજ સમજીને પહેલા મતદાન કર્યું છે. વરરાજાની આજે જાન જવાની હતી પરંતુ પહેલા વરજારાએ પોતાની મતદાનની ફરજ અદા કરવાનું નક્કી કર્યુ અને મતદાન કરવા માટે ગયા હતા. ત્યાર બાદ વરરાજા લગ્ન કરવા માટે ગયા હતા. નોંધનીય છે કે, દીવ કલેક્ટર ભાનુ પ્રભાએ તેમની મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા હતી.
મતદાનએ સૌ મતદાતાઓની પ્રથમ ફરજ છેઃ વરરાજા
આ સાથે છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસેલ ગામ કીડી ઘોઘા દેવમાં આજે રાઠવા નારિયા જંદુભાઈના સુપુત્ર જીતુ રાઠવાનું લગ્ન હોય છતાં પણ મતદાનએ સૌ મતદાતાઓની પ્રથમ ફરજ છે, તેને સાર્થક કરી આપ્યું છે. જાન લઈ કન્યાના ઘરે જતા પહેલા વરરાજા પોતે અને તેઓના પરિવાર સાથે આદિવાસી નૃત્ય સાથે ગામમાં આવેલ મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું.