Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhota Udaipur: લગ્ન પછી પહેલા મતદાન! જાન પહેલા મતદાન મથકે પહોંચી, વરરાજાએ કર્યુ મતદાન

04:41 PM May 07, 2024 | VIMAL PRAJAPATI

Chhota Udaipur: ગુજરાતમાં આજે લોકસભાનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે, લોકો મતદાન કરવા માટે ખુબ જ જાગૃત પણ જોવા મળી રહ્યાં છે. નોંધનીય છે કે, પોતાનો કિંમતી મત આપવા માટે પોતાના દરેક કામ પડતી મૂકી દેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબકકાનું મતદાન થઇ રહ્યું છે. ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે મતદાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આજે લગ્ન પણ અનેક સ્થળે થઈ રહ્યા છે. પરંતુ મતદાન કરવું પણ ખુબ જ આવશ્યક હોવાથી લોકો લગ્નની સાથે મતદાન પણ કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર (Chhota Udaipur) તાલુકાના કીડી ઘોઘાદેવ ગામના યુવકે પ્રભુતાના ડગ માંડતા પહેલા મતદાનએ મારી પ્રથમ ફરજ સંદેશ પાઠવી લોકોને મતદાન કરવા રાહ ચીંધી હતી.

જીતુ રાઠવાએ મતદાન તરીકેની પોતાની પ્રથમ ફરજ અદા કરી

નોંધનીય છે કે, છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસેલ ગામ કીડી ઘોઘા દેવમાં આજે રાઠવા નારિયા જંદુભાઈના સુપુત્ર જીતુ રાઠવાનું લગ્ન હોય છતાં પણ મતદાનએ સૌ મતદાતાઓની પ્રથમ ફરજ છે, તેને સાર્થક કરી આપ્યું છે. જાન લઈ કન્યાના ઘરે જતા પહેલા વરરાજા પોતે અને તેઓના પરિવાર સાથે આદિવાસી નૃત્ય સાથે ગામમાં આવેલ મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું.

લગ્ન પહેલા કર્યું વરરાજાએ કર્યુ મતદાન

છોટાઉદેપુર જિલ્લોએ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને જ્યાં વર્ષ દરમિયાન સૌથી વધુ લગ્ન હોળી બાદના દિવસોમાં લેવાતા હોય છે. અને છેક જૂનના અંત સુધી લગ્નસરાની મોસમ ખીલી ઉઠે છે. આ વિસ્તારના લોકો વર્ષ દરમિયાન કાઠીયાવાડ સૌરાષ્ટ્ર તરફ મજૂરી કરવા જાય છે અને હોળીનો તહેવાર પોતાના વતનમાં મનાવવા માટે આવતા હોવાના કારણે લગ્ન માટે અનુકૂળ સમય પણ માનવામાં આવે છે.

Chhota Udaipur

લોકશાહીના પર્વ પ્રત્યેની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી

ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર તાલુકાના કીડી ઘોઘા દેવ ગામે આજે એક તરફ લોકશાહીના મહા પર્વનો અવસર તો બીજી તરફ, જીતુ રાઠવાનો વરરાજા બનવાનો અવસર આ બંને અવસર એક જ દિવસે આવી જતા ગામમાં બમણો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. ત્યારે લગ્નનો અવસરની આડઅસર લોકશાહીના પર્વ ઉપર ના પડે તે બાબતની ખાસ કાળજી જાતે વરરાજાએ દાખવી અને પોતે અને પોતાના પરિવાર સાથે કન્યાના ઘરે જાન લઈ જતા પહેલા મતદાન મથકે પહોંચી લોકશાહીના પર્વ પ્રત્યેની તેઓની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી હતી.

ગુજરાતમાં લોકશાહી પર્વની ઉજવણી ભવ્ય ઉજવણી

છોટા ઉદેપુર જીલ્લામાં આજે લોકશાહીના પર્વમાં લોકો ભાગીદારી નોંધાવવા સવારથી લોકો મતદાન કરવા જઈ રહ્યા છે અને લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ નવ યુવાને પ્રભુતામાં પગલાં પેહલા મતદાન કરવા પહોંચી ગયા હતા અને મતદાનની ફરજ નિભાવી હતી.નોંધનીય છે કે, છોટાઉદેપુર (Chhota Udaipur) જીલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. બીજી તરફ આજે લગ્ન પણ અનેક ઠેકાણે છે. ત્યારે લોકો લગ્ન સાથે મતદાન પણ કરી રહ્યા છે.છોટાઉદેપુર તાલુકાના કીડી ઘોઘા દેવ ગામના મતદાન મથક પર વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી અને અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

આ પણ વાંચો: VADODARA : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ભૂખ્યા ટળવળ્યા

આ પણ વાંચો: VADODARA : હયાત મતદારનું નામ યાદીમાંથી ગાયબ થતા આગેવાનો દોડ્યા

આ પણ વાંચો: Patrika Kand : વાઇરલ ઓડિયો ક્લીપમાં નરેશ પટેલનો ઉલ્લેખ! Gujarat First પર આપી આ પ્રતિક્રિયા