Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar : વિધાનસભામાં આજે અલગ-અલગ વિભાગોના મુદ્દે થઈ ચર્ચા

01:30 PM Feb 20, 2024 | Hardik Shah

Gandhinagar : ગુજરાત વિધાનસભાની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ સાથે થઇ હતી. જ્યા કૃષિ, પશુપાલન, મત્સ્યદ્યોગ, ગ્રામ વિકાસ, શિક્ષણ તથા આદિજાતિ વિકાસ વિભાગોના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા શરૂ થઇ હતી. જ્યારે બીજી બેઠક બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. બીજી બેઠક પણ પ્રશ્નોનોત્તરી કાળથી શરૂ થશે. જ્યા શહેરી વિકાસ, ગૃહ, મહેસુલ, માર્ગ અને મકાન, પંચાયત, રમતગમત યુવા અને સાંસ્કૃતિક સહિતના વિભાગો પર ચર્ચા થશે.

વિધાનસભામાં શિક્ષણ સેવાની ખાલી જગ્યાઓ મુદ્દે ચર્ચા

ગૃહમાં આજે શિક્ષણ સેવાની કેટલી ખાલી જગ્યાઓ છે તે અંગે ચર્ચાઓ થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આ અંગે કરવામાં આવેલા પ્રશ્ન પર સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2 ની 473 જગ્યાઓ ખાલી છે. જેમા વર્ગ-2 ની 440 જગયાઓ ખાલી છે જ્યારે 542 જગ્યાઓ ભરાઈ ગઇ છે. આ સિવાય શિક્ષણ સેવા વર્ગ-1 ની 33 જગ્યાઓ ખાલી છે જ્યારે 107 જગ્યા ભરાઈ ગઇ છે. વર્ગ- અને વર્ગ-2 માં નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ તથા બઢતી સહિત નિયમોના કારણે આ જગ્યાઓ ખાલી હોવાનું સરકારે જણાવ્યું છે.

નવી શિક્ષણનીતિ અંતર્ગત જુની શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ દીઠ કેટલા શિક્ષક

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જ્યારે નવી શિક્ષણનીતિ અંતર્ગત જુની શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ દીઠ કેટલા શિક્ષક છે જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત 30 વિધાર્થીઓ દીઠ એક શિક્ષક છે. જો કે વર્તમાન કે જુની શિક્ષણ નિતી અંતર્ગત શું તેનો તેઓ જવાબ આપી શક્યા ન હતા. તેમના જવાબથી સંતોષ ન થતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નારાજગી વ્યક્તિ કરી હતી. આખરે અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરી, શિક્ષણ મંત્રી પાસે જવાબ ટેબલ પર મુકવા કીધું હતું.

શાળામાં ઓરડાની ઘટ મુદ્દે ચર્ચા

દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને શાળામાં ઓરડાની ઘટનો મુદ્દે સવાલ કર્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં 341 જેટલી શાળાઓમાં માત્ર એક જ ઓરડો છે. આ શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી હોવાના કારણે એક જ ઓરડો છે.

ગ્રંથપાલની જગ્યા મુદ્દે ચર્ચા

કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાજ્યની સરકારી શાળાઓમાં ગ્રંથપાલની જગ્યા કેટલી હોવાના સવાલ પર સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં ગ્રંથપાલની 16 જેટલી જગ્યાઓ ખાલી છે. સરકારે 16 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર તો કર્યો પણ સાથે તે પણ કહ્યું કે, નિયમો બનાવવાની કામગીરીને લઈ ઝડપથી ભરતી કરાશે.

પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો મુદ્દે વિધાનસભાગૃહમાં ચર્ચા

કોંગ્રેસ MLA અરવિંદ લાડાણીના પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો મુદ્દે સવાલ પર સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, 31 ડિસેમ્બર 2023 ની સ્થિતિએ 133 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેટલું જ નહીં પાકિસ્તાન પાસે ગુજરાતની માછીમારોની 1170 જપ્ત કરવામાં આવેલી બોટ છે. પાકિસ્તાન દ્વારા એક પણ બોટ આજ દિન સુધી મુક્ત કરવામાં આવી નથી. સરકારે કહ્યું કે, 2 વર્ષમાં 467 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા છે. આગળ કહ્યું કે, 2 વર્ષમાં 89 માછીમારોને 22 બોટ સાથે પાકિસ્તાને પકડ્યા હતા.

શાળાઓની મંજૂરી મુદ્દે ચર્ચા

કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાના શાળાઓની મંજૂરી મુદ્દાના સવાલ પર સરકાર તરફથી જવાબ આપતા જણાવવામાં આવ્યું કે,  અમદાવાદમાં 2 વર્ષમાં 159 ખાનગી શાળાઓને મંજૂરી મળી છે. જેમા 159 ખાનગી શાળાઓ પૈકી 45 શાળાઓને માન્યતા આપવામાં આવી હતી. જ્યારે 114 ખાનગી શાળાઓને મંજૂરી ન અપાઈ.

આ પણ વાંચો – Gujarat Weather : રાજ્યમાં એકવાર ફરી હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર

આ પણ વાંચો – નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ