Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Exam: સરકારી નોકરી વાંચ્છુઓ માટે મહત્વના સમાચાર, વાંચો અહેવાલ

07:16 PM Jan 29, 2024 | Vipul Pandya

GOVERNMENT Exam: રાજ્યમાં સરકારી નોકરી વાંચ્છુઓ માટે મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના ગૌણ સેવા પસંદગી મંડળે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (GOVERNMENT Exam) ની જગ્યામાં વધારો કર્યો છે જેનો સીધો ફાયદો સ્પર્ધાત્મક પરીક્ષા (Exam) આપનારા ઉમેદવારોને થશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પ્રગટ કરેલી સુધારા જાહેરાતમાં જણાવાયું છે કે નવા માંગણાપત્રકોને ધ્યાનમાં લઇને મંડળની સીધી ભરતીથી થતી જુનિયર ક્લાર્કની 2018 જગ્યાની સંખ્યામાં 898 જગ્યાનો વધારો કરી જુનિયર ક્લાર્કની કુલ 2916 જગ્યા ભરવામાં આવશે. જેમણે અગાઉ ઓનલાઇન અરજી કરી છે તેમણે ફરી અરજી કરવાની રહેતી નથી તેની દરેક અમેદવારે નોંધ લેવી

જગ્યાઓ 4306થી વધારીને જગ્યાઓ 5202 કરવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યના નોકરી વાંચ્છુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મળી રહેલા સમાચાર મુજબ સંજયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યાઓ 4306થી વધારીને જગ્યાઓ 5202 કરવામાં આવી છે.

જુનિયર ક્લાર્કની જગ્યાઓ 2916 કરાઇ

સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યાઓ વધારવામાં આવી છે તેમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ 898 હતી જેમાં વધારો કરીને 2916 જગ્યા કરાઇ છે. ઉલ્લેખનિય છે કે અગાઉ 3 જાન્યુઆરીએ ભરતીની જાહેરાત કરાઈ હતી. જો કે જે ઉમેદવારે અરજી કરેલી હશે તમને ફરી ફોર્મ નહીં ભરવું પડે. નવા માંગણા પત્રકને ધ્યાને લઇ મંડળ દ્વારા જાહેરાત કરાઇ છે. સરકારની આ મહત્વની જાહેરાતથી રાજ્યના લાખો સરકારી નોકરીવાંચ્છુઓને સીધો ફાયદો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને હવે પોતાના પ્રદર્શનના આધારે નોકરી મળી શકશે. ગુજરાત ગૌણ સેવા પસદંગી મંડળે આ માટે જાહેરાત પણ આપી છે. સરકાર હવે સરકારી નોકરીઓમાં મોટા પાયે ભરતી કરી રહી છે અને તેથી જ વિવિધ જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જુનિયર ક્લાર્કની જગ્યાઓમાં મોટો વધારો કરાયો છે. જુનિયર ક્લાર્કની જગ્યાઓ 898 હતી જેમાં વધારો કરીને 2916 જગ્યા કરાઇ છે. સરકારની આ જાહેરાતથી સરકારી નોકરીવાંચ્છુઓમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ