Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavnagar : રો-રો ફેરી જહાજ મધદરિયામાં ફસાયું, વાંચો અહેવાલ

07:51 PM Nov 23, 2023 | Vipul Pandya

ભાવનગર રો-રો ફેરી જહાજ મધદરિયામાં ફસાયું
ઘોઘા પરત ફરતી વેળાએ જહાજ બંધ પડ્યું
400થી વધુ મુસાફરો મધ દરિયામાં ફસાયા
એક કલાકથી જહાજને બહાર કાઢવાના પ્રયાસ
સમુદ્ર વચ્ચે કાદવમાં રોરો ફેરી જહાજ ફસાયું

ભાવનગરના દરિયામાં રો-રો ફેરી જહાજ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે. મધ દરિયે આ જહાજ ફસાયું છે અને તેમને મદદ પહોંચાડવાના પ્રયાસો શરુ કરાયા છે. છેલ્લા 1 કલાકથી જહાજને બહાર કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે.

400થી વધુ મુસાફરો મધ દરિયામાં ફસાયા

હમણાં જ મળેલા સમાચાર મુજબ ભાવનગર રો-રો ફેરી જહાજ મધદરિયામાં ફસાયું છે. ઘોઘા પરત ફરતી વેળાએ જહાજ બંધ પડી ગયું હતું જેના પગલે 400થી વધુ મુસાફરો મધ દરિયામાં ફસાયા છે.

એક કલાકથી જહાજને બહાર કાઢવાના પ્રયાસ

સુત્રોએ કહ્યું કે એક કલાકથી જહાજને બહાર કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ રોરો ફેરી જહાજ સમુદ્ર વચ્ચે કાદવમાં ફસાયું છે. આ રોરો ફેરી જહાજ ઘોઘાથી સાંજે 5.30 વાગે ઉપડતી સર્વિસનું જહાજ છે. જો કે રો-રો ફેરી સત્તાધીશોએ આ બાબતે મીડિયાને કોઇ જ માહિતી આપી ન હતી. હજું એક કલાકથી વધુ સમય જહાજને બહાર કાઢતા લાગે તેવું જાણવા મળે છે.

આ પણ વાંચો—બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવાનની હત્યાના મામલે 2 શખ્સ ઝડપાયા