Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Politics : જવાહર ચાવડાનાં લેટર ‘બોમ્બ’ અને ‘સદસ્યતા અભિયાન’ મુદ્દે કોંગ્રેસ નેતાએ BJP પર સાધ્યું નિશાન!

05:22 PM Sep 18, 2024 |
  1. જવાહર ચાવડા અને ‘સદસ્યતા અભિયાન’ મુદ્દે ડો. મનીષ દોશીની પ્રતિક્રિયા (Gujarat Politics)
  2. ભાજપમાં હાલમાં ત્રણ જૂથ કાર્યરત જોવા મળી રહ્યા છે : ડો. મનીષ દોશી
  3. ભાજપના નેતાઓનાં કારણે જૂનાગઢમાં પુર આવ્યું : ડો. મનીષ દોશી
  4. જવાહર ચાવડા જાહેર જીવન ના નેતા છે : ડો. મનીષ દોશી

Gujarat Politics : કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ (Dr. Manish Doshi) આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનાં (Jawahar Chavda) ‘લેટર બોમ્બ’ અને ભાજપનાં ‘સદસ્યતા અભિયાન’ ને લઈ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કરી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપમાં હાલમાં ત્રણ જૂથ કાર્યરત જોવા મળી રહ્યા છે.

BJP માં હાલમાં 3 જૂથ કાર્યરત જોવા મળી રહ્યા છે : ડો. મનીષ દોશી

કોંગ્રેસ (Gujarat Congress) પ્રવક્તા ડો. મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે સત્તા પક્ષ ભાજપ (Gujarat BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) દ્વારા તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીને સંબોધિ લખેલા પત્રમાં જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) પર ગંભીર આક્ષેપ કર્યા છે, જેનાથી રાજ્યમાં રાજકીય ઘમાસાણ વધી ગયું છે. આ પત્ર અંગે હવે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, BJP માં હાલમાં 3 જૂથ કાર્યરત જોવા મળી રહ્યા છે. એક RSS સાથેનું જૂથ, બીજું ખૂણામાં મૂકાઈ ગયેલા નેતાઓ અને પક્ષપલટુઓનું ગ્રૂપ અને ત્રીજું સત્તા સાથે અને સત્તાનાં લાભાર્થીઓનું જૂથ છે.

આ પણ વાંચો – Rajput Samaj : 20મીએ અસ્મિતા મહાસંમેલન, રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખની જવાબદારી કોને ? નામ આવ્યું સામે!

‘દબાણો મામલે મુખ્યમંત્રીનું કોઈ સાંભળતું નથી’

ડો. મનીષ દોશીએ આગળ કહ્યું કે, જવાહર ચાવડાએ જે વાત કરી તે ઘણી ગંભીર વાત છે. જવાહર ચાવડા જાહેર જીવનનાં નેતા છે. કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. જવાહર ચાવડાને (Jawahar Chavda) કોંગ્રેસમાં લેવા કે ન લેવા તે પક્ષનું નેતૃત્વ નક્કી કરશે. ડો. મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપનાં નેતાઓનાં કારણે જૂનાગઢમાં (Junagadh) પુર આવ્યું છે. ભૂતકાળમાં મુખ્યમંત્રીએ જાહેરમાં કહ્યું છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે પરંતુ, મુખ્યમંત્રીનું કોઈ સાંભળતું નથી (Gujarat Politics).

આ પણ વાંચો – Harsh Sanghvi એ અંબાજી મંદિરમાં ધજા ચઢાવી

‘રૂપિયા આપો અને સભ્ય બનાવો’નો ખેલ ચાલી રહ્યો છે : ડો. મનીષ દોશી

ઉપરાંત, ડો. મનીષ દોશીએ BJP નાં ‘સદસ્યતા અભિયાન’ (BJP Sadasyata Abhiyan) અંગે વાત કરતા કહ્યું કે, ભાજપનાં કુશાસન સામે લોકોનો ભારે આક્રોશ છે. ભાજપનાં ‘સદસ્યતા અભિયાન’ને રિસ્પોન્સ ના મળતા હવે અવનવા હથકંડા અપનાવાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં શાળામાં નાના બાળકોને તેમના વાલીનાં ફોન લાવી સભ્ય બનાવવામાં આવ્યા હતા. જ્યારે, ભાવનગરમાં ‘રૂપિયા આપો અને સભ્ય બનાવો’નો ખેલ ચાલી રહ્યો છે. ડો. મનીષ દોશીએ કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જનારનો OTP માંગી સભ્ય બનાવવાનો ખેલ ખૂબ જ દુઃખદ છે. રોજગાર નથી આપતા પણ રૂપિયા આપી સભ્ય બનાવોની સ્કીમ ચાલી રહી છે. ભાજપે હવે આત્મમંથન કરવાની જરૂર કે કેમ લોકો તેમના સભ્ય નથી બની રહ્યા ?

આ પણ વાંચો – Gujarat Politics: જવાહર ચાવડા હવે લડી લેવાના મૂડમાં..જૂનો પત્ર ફરી વાયરલ કર્યો