Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Banaskantha: ડીસામાં બનશે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, વાંચો સંપૂર્ણ વિગત

02:53 PM Oct 18, 2024 |
  1. વન વિભાગે પ્રાણી સંગ્રહાલય માટે આપી સૈદ્ધાંતિક મંજૂરી
  2. 450 વીઘામાં બનશે પ્રાણી સંગ્રહાલય અને સફારી
  3. રૂપિયા 300 કરોડના ખર્ચે બનશે વિશ્વકક્ષાનું પ્રાણી સંગ્રહાલય

Banaskantha: ઉત્તર ગુજરાતને સૌથી મોટી ભેટ મળવા જઈ રહીં છે. બનાસકાંઠા (Banaskantha)ના ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવાનું છે. અહીં અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતા પણ મોટું સંગ્રહાલય બનવાનું છે. વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે 450 વીઘા જમીનમાં રાજ્યનું સૌથી મોટું સંગ્રહાલય બનવાનું છે. વિશ્વકક્ષાએ જેની નોંધ લેવાય તેવું રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે.

નડાબેટથી અંબાજીની ટુરિઝમ સર્કિટમાં ડીસા ઝુલોજીકલ પાર્કનો થશે સમાવેશ

મહત્વની વાત એ છે કે, નડાબેટથી અંબાજીની ટુરિઝમ સર્કિટમાં ડીસા ઝુલોજીકલ પાર્કનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે પ્રાણી સંગ્રહાલયને મંજૂરી મળતા બનાસકાંઠાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો અત્યારે સારો એવો વિકાસ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, બનાસકાંઠાના ડીસાને રાજ્ય સરકારની મોટી ભેટ મળી રહીં છે. અંદાજિત 300 કરોડના ખર્ચે રાજ્યનું સૌથી મોટું અને ઉત્તર ગુજરાતનું પહેલું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલય માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Deesa: 80 લાખની લૂંટ મામલે LCB એ ત્રણ આરોપીઓને ઝડપી લીધા, વાંચો અહેવાલ

પ્રાણી સંગ્રહાલયને મંજૂરી મળતા બનાસકાંઠાવાસીઓમાં ખુશીનો માહોલ

જુના ડીસાથી વાસણા રોડ પર આ પ્રાણી સંગ્રહાલય બનવાનું છે તેવી વિગતો સામે આવી છે. ઉત્તર ગુજરાતના આખા પટ્ટામાં અનેક પ્રવાસન સ્થળો આવે છે. અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ બોર્ડરનો વિકાસ થવા જઈ રહ્યો છે. તેમ પણ હવે તો ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનવાનું છે અને તે પણ રાજ્યનું સૌથી મોટું તથા જેની વિશ્વકક્ષાએ નોંધ લઈ શકાય તેવું પ્રાણી સંગ્રહાલય 300 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: Patan: ભેળસેળિયા વેપારીઓ સામે પાટણ ફૂડ વિભાગની લાલ આંખ, 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું