Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતના અર્થતંત્ર માટે માઠા સમાચાર! GDP નું એન્જિન ધીમું પડશે

04:07 PM Aug 24, 2024 |
  • ભારતીય અર્થતંત્ર માટે માઠા સમાચાર
  • મહામંદીના ભણકારા વચ્ચે ભારત માટે માઠા સમાચાર
  • જીડીપી ગ્રોથ રેટમાં વિવિધ એજન્સીઓએ કર્યો ઘટાડો

નવી દિલ્હી : ભારતના અર્થતંત્રનું એન્જિન થોડું ધીમું પડી શકે છે. જો કે આ મહિનાની શરૂઆતમાં RBI MPC એ નાણાકીય વર્ષ 2024-25 માટે GDP નો ગ્રોથરેટ 7.2 રહેવાનું અનુમાન લગાવ્યું હતું. ગોલ્ડમેન સેચ્સ દ્વારા ભારતના GDP ગ્રોથરેટનું અનુમાન ઘટાડી દેવામાં આવ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગોલ્ડમેને કેન્દ્ર સરકાર દ્વારા એક્સપેન્ડીચરમાં ઘટાડાનો હવાલો ટાંકતા આ વર્ષ અને આગામી વર્ષ માટે ભારતના જીડીપીના પૂર્વાનુમાનમાં 20 બેઝીઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બેંકોને હવે આશા છે કે દેશની અર્થવ્યવસ્થા કેલેન્ડર 2024 માં 6.7 ટકા અને 2025 માં 6.4 ટકાના દરથી ઘટશે.

આ પણ વાંચો : યુક્રેન અને પોલેન્ડની મહત્વપૂર્ણ યાત્રાથી દેશ પરત ફર્યા PM MODI

ભારતીય અર્થતંત્રના ગ્રોથરેટમાં ઘટાડો કરવામાં આવ્યો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષની ડાઉનગ્રેડિંગ એપ્રીલ-જૂન ત્રિમાસિક દરમિયાન સરકારી ખર્ચમાં 35 ટકા પ્રતિવર્ષ (YoY) ઘટાડો આવી શકે છે, જે અઠવાડીયા દરમિયાન ચાલનારી લોકસભા ચૂંટણી સાથે મેળ ખાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કારણે ભારતના અર્થતંત્રના ગ્રોથમાં ઘટાડો થઇ શકે છે. જો કે આ મહિનાની શરૂઆતમાં RBI MPC દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.

આ પણ વાંચો : Assam: દુષ્કર્મ કરનારાને કબ્રસ્તાનમાં પણ સ્થાન ના આપવાનો ગ્રામજનોનો નિર્ણય…

RBI એ પણ ઘટાડ્યું જીડીપી ગ્રોથનું અનુમાન

જૂનમાં લોકસભા ચૂંટણી 2024 બાદ પહેલી MPC ની જાહેરાત કેન્દ્રીય બેંકે 2024-25 માટે વાસ્તવિક જીડીપી 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. RBI એ 2024-25 ના પહેલા ત્રિમાસિક માટે વાસ્તવિક જીડીપી 7.1 , બીજા ત્રિમાસિકમાં 7.2 ટકા, ત્રીજી ત્રિમાસિકમાં 7.3 ટકાચોથા ત્રિમાસિકમાં 7.2 ટકા રહેવાનું અનુમાનલગાવ્યું છે. આ વર્ષની સતત ચાર ત્રિમાસિક માટે 7.3 ટકા, 7.2 ટકા, 7.3 ટકા અને 7.2 ટકાના ગત્ત અનુમાનથી થોડું અલગ છે.

આ પણ વાંચો : Zomato એ તાત્કાલિક અસરથી આ સેવા બંધ કરી દીધી, દીપેન્દ્ર ગોયલે કારણ જણાવ્યું

રેટિંગ એજન્સીઓએ પણ લગાવ્યું અનુમાન

બીજી તરફ રેટિંગ ફર્મ ICRA દ્વારા પણ અનુમાન લગાવાયું છે કે, સરકારી મુડીગત્ત વ્યયમાં ઘટાડો અને શહેરી ગ્રાહકોમાં વિશ્વાસમાં ઘટાડા વચ્ચે દેશના જીડીપીનું વર્ષ પ્રતિ વર્ષ વિસ્તાર નાણાકીય વર્ષ 2025 ની પહેલા ત્રિમાસિકમાં છ ત્રિમાસિકના નિચલા સ્તર 6.0 ટકા પર આવી જશે. જે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ત્રિમાસિકમાં 7.8 ટકા હતું. ICRA નું અનુમાન RBI ના GDP અનુમાનથી ખુબ જ ઓછું છે. આરબીઆઇએ 2024-25 ના પહેલા ત્રિમાસિક માટે વાસ્તવિક જીડીપી ગ્રોથ 7.1 ટકા રહેવાનું અનુમાન છે.

આ પણ વાંચો : અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, SEBI એ લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ, 25 કરોડનો દંડ

અનેક વિસ્તારોમાં અસ્થાયી સુસ્તી જોવા મળી

આઇસીઆરએએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિકમાં સંસદીય ચૂંટણીથી કેટલાક વિસ્તારની ગતિવિધિઓમાં અસ્થાયી રીતે સુસ્તી દેખાઇ અને કેન્દ્ર તથા રાજ્ય બંન્ને માટે સરકારી મુડીગત વ્યયમાં સુસ્તી જોવા મળી છે. આ કારણે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં ઘટાડો આવશે.

આ પણ વાંચો Share Market:શેરબજારમાં તેજી યથાવત,સેન્સેક્સમાં 80 પોઇન્ટનો ઉછાળો