Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat : વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયો ઉદ્યોગ સાહસિકતા દિવસ

05:57 PM Oct 15, 2024 |
  • Gujarat-નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં સંપૂર્ણ વેલ્યૂ ચેઈન અને રાજગાર સર્જન વિશેષત: મહિલા રોજગારી તથા મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તીકરણને પ્રોત્સાહનનો વ્યૂહ પહેલીવાર અપનાવવામાં આવ્યો
  • ઉદ્યોગમંત્રી-ઉદ્યોગ રાજ્યમંત્રી સહિત ટેક્સટાઈલ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
  • ઉદ્યોગ સાહસિકતા દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે
    • જીઆઈડીસી વસાહતોમાં ઉદ્યોગો માટે પાણી પુરવઠાના રૂ. ૪૧૮ કરોડના કામોના ઇ-ખાતમુહૂર્ત
    • રોડ નેટવર્ક અને પાણી પુરવઠાના રૂ. ૧૪૬ કરોડના કામોના ઇ-લોકાર્પણ
    • ૫૫૦૦ પ્રોત્સાહન પાત્ર ઉદ્યોગ એકમોને રૂ. ૧૧૦૦ કરોડથી વધુના મૂલ્યની સહાયનું વિતરણ
    • રૂ. ૬૯૯ કરોડની કુલ કિમતના ૪ ક્વોરી લીઝના લેટર ઑફ ઇન્ટેન્ટ અર્પણ
  • -:મુખ્યમંત્રીશ્રી:-
    * ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાપડ ઉદ્યોગને વિશ્વ ફલક આપવા ફાઈવ-એફ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી-૨૦૧૨થી નવી દિશા આપી.
    * ટેક્સટાઈલ ઉદ્યોગ માટે રાજ્યમાં સુદ્રઢ ઈકોસિસ્ટમનું નિર્માણ થયું
    * રાજ્યમાં ૪૦ ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેઈડ ફાઈબરમાંથી થાય છે
    * ટેકનીકલ ટેક્સટાઈલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે
    * રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં કાપડ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા છે

Gujarat રાજયના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ નું લોન્ચિંગ કર્યું હતું.

તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા સહિતની સુવિધાના ૪૧૮ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઈ-ખાતમૂર્હત અને રૂ. ૧૪૬ કરોડના કાર્યોના ઈ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં ઇન્સેટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે ૫૫૦૦ ઉદ્યોગ એકમોને ૧૧૦૦ કરોડની સહાયનું વિતરણ અને કુલ ૬૯૯ કરોડની કિંમતના ક્વોરી લીઝના લેટર ઓફ ઇન્ટેન્ટનું વિતરણ પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ઉદ્યોગ સાહસિકતા દિવસના કાર્યક્રમમાં કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઈલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી ૨૦૧૨માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી.

એટલું જ નહિ, આના પરિણામે રાજ્યમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટેની સુદ્રઢ ઈકોસીસ્ટમનું નિર્માણ થયુ અને ૩૫ લાખ જેટલા સ્પીન્ડલ્સની સ્થાપના થઈ સાથોસાથ ૩૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયુ અને અઢી લાખથી વધુ રોજગારી ઉભી થઈ છે.

ગુજરાતની વિકાસ યાત્રાને ૭ ઓક્ટોબર ૨૦૦૧થી નવી ગતિ મળી

શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુખ્યમંત્રી તરીકેની આવી વિઝનરી લીડરશીપમાં Gujarat ની વિકાસ યાત્રાને ૭ ઓક્ટોબર ૨૦૦૧થી નવી ગતિ મળી તેની સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ થવા અવસરે ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી આપણે કરી રહ્યાં છીએ તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ સેક્ટર સ્પેસિફિક પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ અને ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પ્રો એક્ટીવ અભિગમથી પ્રસ્થાપિત કરી છે.

મુખ્યમંત્રી તરીકેના તેમના શાસન દાયિત્વમાં તેમણે ગુજરાતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન દ્વારા રોજગાર વૃદ્ધિના વિઝન સાથે ટેક્સટાઈલ પોલિસી સહિત બહુવિધ પોલિસીઝ અમલી બનાવી હતી. ૨૦૧૨માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ટેક્સટાઈલ પોલિસીની સફળતાને પગલે ૨૦૧૭માં ગાર્મેન્ટ અને એપેરલ ઉદ્યોગ માટે પાંચ વર્ષની ખાસ નિતી જાહેર કરવામાં આવી હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

કાપડ ઉદ્યોગને વેગ મળતાં પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ૨૦૧૭ની ખાસ નીતિ પછી ૨૦૧૯ માં નવી પોલીસી જાહેર કરવામાં આવી અને આ બધી જ પોલીસીઝને પરિણામે રાજ્યના કાપડ ઉદ્યોગને વેગ મળતાં પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.

તેમણે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪ની જાહેરાત કરતા ઉમેર્યુ કે, ગુજરાતમાં ૪૦% ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબર માંથી થાય છે અને ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ સંદર્ભમાં Gujarat રાજ્ય સરકારે ટેક્સટાઈલવેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ આ નવી ટેક્સટાઈલ પોલિસી ૨૦૨૪માં અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની મહિલાઓના સ્વ સહાય જૂથ-સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી ૨૦૨૪માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની મહિલાઓના સ્વ સહાય જૂથ-સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિ પર ભાર મૂકવા સાથે રોજગારીની તકો વધુ મજબૂત બનાવવાની નેમ રાખી છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પુરક બને અને વિકસિત ભારત @ ૨૦૪૭માં ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા ઉદાત્ત અભિગમથી આ ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ જાહેર કરી છે.

તેમણે જણાવ્યું કે આ નવી પોલીસીના પરિણામે ભવિષ્યમાં અંદાજે ૩૦,૦૦૦ કરોડ જેટલું મૂડી રોકાણ રાજ્યમાં આવશે તેમજ વડાપ્રધાનશ્રીએ ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સશક્તિકરણ માટે જ્ઞાનનો જે એપ્રોચ આપનાવ્યો છે તેમાં યુવા અને મહિલાઓને રોજગારી અને કપાસ ઉત્પાદક ખેડૂતોને મહત્તમ લાભ આપવામાં આ પોલીસી ઉપયુક્ત બનશે.

મુખ્યમંત્રીશ્રીએ પીએમ મિત્રા પાર્ક, નવી ટેક્સટાઇલ પોલિસી તથા કાપડ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈનના વિકાસથી ઇકો સિસ્ટમ મજબૂત બનશે તે વિકસિત ગુજરાતના નિર્માણને નવી દિશા આપશે તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.

૨૩ વર્ષ ૨૦૪૭ સુધી દર વર્ષે ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧ થી ૨૦૨૩ સુધી ૨૩ વર્ષમાં રાજ્યના વિકાસના જે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા છે તેને જનજન સુધી પહોંચાડવા અને વધુ ગતિ આપવા આવનારા ૨૩ વર્ષ ૨૦૪૭ સુધી દર વર્ષે ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાના નિર્ણયનો પુનરોચ્ચાર પણ આ ઉદ્યોગ સાહસિકતા દિવસે કર્યો હતો.

ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મક્કમ

Gujarat રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસ સપ્તાહની ઉજવણીના નિર્ણયને બિરદાવતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકેના ૧૦ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પણ રજા રાખ્યા વગર નાગરિકોની સુખાકારી અને ગુજરાત સહિત દેશના વિકાસ માટે હરહંમેશ કાર્યરત રહ્યા છે. વડાપ્રધાનશ્રી અત્યારે પણ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મક્કમતા સાથે દરેક ક્ષેત્રે જનહિતલક્ષી નિર્ણયો કરી રહ્યા છે.

બેરોજગારી દર ૪.૨ ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર ૨.૭ ટકા

ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૧૦ સંસ્કરણોના પરિણામે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે અને અનેક રાજ્યોને પણ વાયબ્રન્ટ સમિટની પ્રેરણા મળી છે. આજે ભારતના વિકાસમાં ગુજરાતનો ફાળો અતિ મહત્વપૂર્ણ છે. ગુજરાત રોજગારી આપવામાં પણ અગ્રેસર છે. એક સમયે ગુજરાતનો બેરોજગારી દર ૪.૨ ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર ૨.૭ ટકા સુધી પહોંચ્યો છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૩૬૦ ડિગ્રી વિકાસ માટે વિવિધ ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી ૨૦થી વધુ પોલિસી અમલમાં મૂકી છે. સાથે જ ગુજરાતના ૧૯ લાખથી વધુ ઉદ્યોગકારોના હિતમાં અનેક હિતલક્ષી નિર્ણયો કર્યા છે,

ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યૂફેક્ચરિંગ હબ

આ પ્રસંગે ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વર્ષ -૨૦૦૧થી વિકાસ યાત્રાની શરૂઆત થઇ હતી. ગુજરાત વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૧.૪૨ લાખ કરોડના પ્રારંભિક જીડીપીથી, વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં રૂ. ૨૨.૬૧ લાખ કરોડ જીડીપી સુધી પહોચ્યું છે, તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે. પરિણામે આજે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યૂફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગુજરાત દેશના ઉત્પાદનમાં ૧૮ (અઢાર) ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતે ૨૨ લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી છે, તે દેશની કુલ નિકાસના ૩૩ ટકા જેટલી છે. આનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી સંદિપ સાંગલે અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉદ્યોગ સાહસિકો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો- Gujarat-‘Fit India, Fit Media’ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ