- રાજ્યમાં દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં આરોપીઓને સજા
- ઇડરમાં દુષ્કર્મ આરોપીને 10 વર્ષની કેદ, 25 હજારનો દંડ
- જુનાગઢમાં આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 3 લાખનું વળતર
ગુજરાતમાં (Gujarat) ગૃહ વિભાગ, સરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી હવે દુષ્કર્મ જેવા જઘન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોને ઝડપી ન્યાય મળી રહ્યો છે. જ્યારે આ કેસમાં આરોપીઓને કડક સજા ફટકારવામાં આવી રહી છે. આવા જ વધુ બે અલગ અલગ કેસમાં આરોપીઓને 10 વર્ષ અને 20 વર્ષ કેદની આકરી સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો – Surat Stone Pelting : આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે, પો. કમિશનરની શાંતિ સમિતિ સાથે બેઠક, સરકારને સોંપાયો રિપોર્ટ
ઇડરમાં મુકબધિર યુવતી સાથે દુષ્કર્મ, આરોપીને 10 વર્ષની સજા
સાબરકાંઠાનાં (Sabarkanta) ઇડર (Idar) પંથકમાં વર્ષ 2020 માં મુકબધિર અને અલ્પ દ્રષ્ટી ધરાવતી યુવતી બસમાં બેસીને સ્કૂલ જઈ રહી હતી. ત્યારે મુડેટી પાટિયા પાસે શૈલેષ કટારા નામનાં નરાધમે એકલતાનો લાભ લઈ મુકબધિર યુવતીને બસમાંથી ઉતારીને પેટ્રોલપંપની પાછળ ઝાડી-ઝાખરાંમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતાં કોર્ટે કેસ ચાલ્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ કટારાને 10 વર્ષની આકરી કેદની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો – Gujarat Police : પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં અરજીઓનું વાવાઝોડું! હસમુખ પટેલે આપી ચોંકાવનારી માહિતી!
જમાઈએ જ પરિવારની દીકરી પર બળાત્કાર ગુજાર્યું, હવે થઈ 20 વર્ષની કેદ
અન્ય કેસની વાત કરીએ તો જુનાગઢમાં (junagadh) ગત વર્ષે જુલાઈ મહિનામાં બિલખા રોડ નજીક રહેતા એક પરિવારની 16 વર્ષની દીકરીને પરિવારનો જ જમાઈ સાગર વાઘેલા (ઉં.21) ફોસલાવીને ભગાડી લઈ ગયો હતો. નરાધમ જમાઈએ સગીર યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Gujarat Police) ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરી આરોપી જમાઈ સાગરની ધરપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. આ કેસમાં કોર્ટે તમામ સાક્ષી, પુરાવા ચેક કરી અને દલીલો સાંભળી ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી જમાઈ સાગરને દોષી ઠેરવી 20 વર્ષની આકરી કેદની સજા અને દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિત યુવતીને વળતર પેટે 3 લાખ રૂપિયા ચુકવવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો – Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!