+

ટીમ જગદીશ ઠાકોરમાં અનેક નવા ચહેરાઓને મળશે સ્થાન, ટૂંક જ સમયમાં થશે અટકી પડેલી જાહેરાતો

ટીમ જગદીશ ઠાકોર માટે કવાયતજગદીશ ઠાકોરે પ્રમુખપદ સંભાળ્યાંને ગણતરીના જ દિવસો થયા છે ત્યારે એક જ માસની અંદર તેમણે 13 જિલ્લા પ્રમુખની જાહેરાત કરી દીધી છે. જેમાં 6 નવા ચહેરાને સ્થાન અપાયું તો 7ને રિપીટ કરાયા છે. ત્યારે બાકીની અટકી પડેલી નિમણુકો માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા આજથી 8 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે પ્રથમ દિવસે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનàª
ટીમ જગદીશ ઠાકોર માટે કવાયત
જગદીશ ઠાકોરે પ્રમુખપદ સંભાળ્યાંને ગણતરીના જ દિવસો થયા છે ત્યારે એક જ માસની અંદર તેમણે 13 જિલ્લા પ્રમુખની જાહેરાત કરી દીધી છે. જેમાં 6 નવા ચહેરાને સ્થાન અપાયું તો 7ને રિપીટ કરાયા છે. ત્યારે બાકીની અટકી પડેલી નિમણુકો માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા આજથી 8 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે પ્રથમ દિવસે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે પ્રથમ દિવસે બેઠક યોજાઇ. જેમાં વિશેષ મંથન કરવામાં આવ્યું. આ સિવાયના અન્ય જિલ્લાના હોદ્દેદારો સાથે પણ આવનારા દિવસોમાં બેઠક યોજવામાં આવશે. અમદાવાદ જિલ્લા અને શહેરની સાથે જ ભાવનગર, કચ્છ, અમરેલી, પંચમહાલ, ગોધરા, સુરેન્દ્રનગર, જામનગરના હોદ્દેદારો સાથે પણ બેઠક યોજવામાં આવશે. 
હોદ્દેદારોને સાંભળ્યાં બાદ નિર્ણય
તમામ હોદ્દેદારોને સાંભળ્યા બાદ જ નવી જવાબદારી સોંપવામાં આવશે સાથે જ અલગ અલગ સેલના ચેરમેનની જાહેરાત પણ કરવામાં આવશે. સંગઠનની સાથે સાથે જ 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને ઉમેદવાર સાથે પણ ચર્ચા કરવામાં આવી. પરંતુ સૌથી મહત્વની સંગઠનની જાહેરાતો પણ ટૂંક જ સમયમાં કરાય તે કવાયત હાલ તેજ ગતિએ ચાલી રહી છે.
Whatsapp share
facebook twitter