Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat First Conclave 2024 Mehsana : ક્ષત્રિય આંદોલન, રામ મંદિર અને વિપક્ષના આરોપોનો મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો આ જવાબ

11:26 AM May 03, 2024 | Vipul Sen

Gujarat First Conclave 2024 Mehsana : આજે મહેસાણા ખાતે ગુજરાતી મીડિયાના સૌથી મોટા Gujarat First Conclave 2024 માં રાજ્ય સરકારના આરોગ્ય અને પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) ઉપસ્થિત રહ્યા હતા. Gujarat First Conclave 2024, Mehsana ના મંચ પરથી તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને અનેક સવાલોના જવાબ પણ આપ્યા હતા.

PM મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે : ઋષિકેશ પટેલ

ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ 2024 ના મંચ પરથી મંત્રી ઋષિકેશ પટેલે વિશ્વાસ દાખવતા કહ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં હાલ જે માહોલ છે ત્યારે મોદી સાહેબ (PM Narendra Modi) ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. બે વખત 26 માંથી 26 આપી હોય એટલે ત્રીજી વખત પણ ગુજરાતની જનતા સહયોગ આપશે અને અગાઉ કરતા પણ વધુ માર્જિન સાથે પક્ષ બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે. ગુજરાતમાં (Gujarat) ચૂંટણી માહોલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આ વખતે ચૂંટણીનો કરંટ નથી પરંતુ, ચૂંટણીનો કરંટ જોવા માટે ગામડાઓમાં અને પ્રજાની વચ્ચે જવું પડે. દરેક ગામ અને જિલ્લા, તાલુકાઓમાં વિકાસની વાતો થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. ત્યારે તેની શરૂઆત ગુજરાતથી થાય છે.

‘રામલ્લા મંદિરમાં બિરજમાન થાય તે માટે વર્ષો સુધી આંદોલન થયા’

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આગળ કહ્યું કે, ગુજરાતમાં 24 કલાક વીજળી, ઘરે ઘરે પીવાનું પાણી, દરેક ગામમાં સડક અને સૌથી સારી આરોગ્યની સુવિધાઓ ગુજરાત સરકારે ઊભી કરી છે. વિપક્ષના આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, રામમંદિર એક આસ્થાનો વિષય છે. રામ મંદિર (Ram Temple) સાથે કરોડો લોકો જોડાયેલા છે. રામલ્લા મંદિરમાં બિરજમાન થાય તે માટે વર્ષો સુધી આંદોલન થયા. રામ મંદિરનો મુદ્દો દરેક નાગરિકના મનમાં વસેલો છે. આથી આ વિષયને સન્માન આપવું જોઈએ.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં 2001 થી વિકાસનો વેગ વધ્યો છે. 2014 બાદ ગુજરાતને જોયા પછી દેશના લોકોએ નક્કી કર્યું કે હવે પછીના સમયમાં રાષ્ટ્રહીત, રાષ્ટ્રપ્રેમ અને આસ્થાનું સન્માન કરવાવાળા અને ગુજરાતના વિકાસની જેમ દેશનો વિકાસ કરવાની એકમાત્ર છેલ્લી આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર લોકોને હતી. આ સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દેશમાં બેરોજગારી, MSME, સરકારી યોજનાઓ અંગે વાત કરી. ઉપરાંત, તેમણે ક્ષત્રિય આંદોલન અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. સાથે જ કોવિડશિલ્ડ વેક્સિન વિવાદ, સામ પિત્રોડા વિવાદ સાથે વિપક્ષના આરોપોના પણ જવાબ આપ્યા હતા.

અહીં જુઓ ગુજરાત ફર્સ્ટનો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથેનો સંપૂર્ણ સંવાદ :

 

આ પણ વાંચો – Gujarat First Conclave 2024 : ખેડૂતો માટે વીજળી, સરકારી યોજના, જમીન માપણી સહિતના મુદ્દાઓ પર ભાજપ-કોંગ્રેસ આમને સામને, જુઓ સંપૂર્ણ સંવાદ

આ પણ વાંચો – Gujarat First Conclave 2024 : આજે મહેસાણાથી ગુજરાતી મીડિયા ઈતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ, અહીં જુઓ Live

આ પણ વાંચો – Pm Modi : ગુજરાતમાં PM મોદીની સુરક્ષાને લઈને પોલીસની ગંભીર બેદાર કરી