Gujarat First Conclave 2024 : લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ફરી એકવખત ગુજરાતી મીડિયા ઇતિહાસના બીજા સૌથી મોટો કૉન્ક્લેવ 2024 (Gujarat First Conclave 2024) નું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણા ખાતે યોજાયેલ આ કૉન્ક્લેવની (Gujarat First Conclave 2024) શરૂઆત ભાજપ અને કોંગ્રેસના બે જાણીતા નેતાઓ સાથે થઈ. કોંગ્રેસના અધ્યક્ષ, વ્યવસાય ખેડૂત અને જાહેર વક્તા એવા બહુવિધ પ્રતિભા ધરાવતા પાલ આંબલીયા (Pal Ambalia) અને બીજી તરફ અમરેલી જિલ્લા ભાજપના યુવા નેતા અને ખેડૂત પૂત્ર હિરેન હિરપરાએ (Hiren Hirpara) ઉત્તર ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, ખેડૂતોની સમસ્યા, સુવિધા સહિતના વિવિધ મુદ્દે સંવાદ કર્યો અને સાથે જ જનતાના સવાલોના જવાબ પણ આપ્યા.
મુદ્દાઓને બાજુંમાં મૂકીને મંગળસૂત્ર પર જતા વાર નથી લાગતી : પાલ આંબલીયા
પ્રદેશ કોંગ્રેસ (Congress) કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયાએ જણાવ્યું કે, કોંગ્રેસના રાજ્યમાં શ્વેત ક્રાંતિ કહો કે પછી હરિત ક્રાંતિ કહો જે પણ ક્રાંતિ આવી તે કોંગ્રેસની સરકાર દરમિયાન આવી હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપની સરકાર દરમિયાન માત્રને માત્ર નફરતની ક્રાંતિ થઈ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, નફરતની ક્રાંતિ એટલે કે મુદ્દાઓને બાજુંમાં મૂકીને મંગળસૂત્ર પર જતા વાર નથી લાગતી. તેમણે કહ્યું કે, એક RTI ના કારણે બહુ મોટો વિવાદ થયો હતો, જે મુજબ કેન્દ્ર સરાકરને લોકસભામાં પૂછેલા પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું કે ગુજરાતમાં 13,605 કરોડ આપવામાં આવ્યા પરંતુ, RTI માં એવો જવાબ મળ્યો છે કે અહીં 5090 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા છે. તો 8500 કરોડ રૂપિયા કિસાન સન્માન નિધિના (Kisan Samman Nidhi) કોણ ખાઈ ગયું છે તેનો જવાબ આપો. સાથે પાલ આંબલીયાએ ખૂડેતો માટેની પેન્શન, જમીન માપણી ડિટિલાઇઝેશનમાં ભૂલ, ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
વર્તમાનમાં ગુજરાતના 18 હજાર ગામડાઓમાં 24 કલાક વીજળી મળી રહી છે : હિરેન હિરપરા
જ્યારે બીજી તરફ કોંગ્રેસના સવાલોનો જવાબ આપતા ભાજપ (BJP) કિસાન સેલના નેતા હિરેન હિરપરાએ કહ્યું કે, ભાજપ સરકારે છેવાડાના ગામ સુધી અને વ્યક્તિ સુધી પહોંચવાનો હંમેશાં પ્રયાસ કર્યો છે. સુજલામ સુફલામ યોજના (Sujalam Suflam Yojana) હેઠળ ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરવાનો પ્રયાસ કરાયો છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે જનતાને ખોટા વચનો અને વાયદાઓ કર્યા હતા. કોંગ્રેસના સમયે ખેતી, ખેડૂત અને ગામડા ભાંગ્યા હતા. આ કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ જનતા ભારતીય જનતા પાર્ટીને (BJP) ખૂબ જ પ્રેમ આપે છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ખેડૂતોને સમયસર વીજળી નહોતી મળતી, વર્તમાનમાં ગુજરાતના 18 હજાર ગામડાઓમાં 24 કલાક વીજળી મળી રહી છે. ખેડૂતોના જીવન ધોરણ ઊંચા આવે તે માટે સરકાર સતત કામ કરી રહી છે. જમીન માપણી અંગે તેમણે કહ્યું કે, મનમોહન સિંહની (Manmohan Singh) સરકાર સમયે જમીન માપણી ડિજિટલાઇઝેશન કરવા માટે સૌથી પહેલા ગુજરાતે પહેલ કરી હતી. ક્ષતીઓ છે તેમાં સુધારવાનો પ્રયાસ પાર્ટી કરી રહી છે. આ સહિત તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને સવાલોના જવાબ પણ આપ્યા.
અહીં જુઓ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલ સંપૂર્ણ સંવાદ :
આ પણ વાંચો – Gujarat First Conclave 2024 : આજે મહેસાણાથી ગુજરાતી મીડિયા ઈતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ, અહીં જુઓ Live
આ પણ વાંચો – Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!
આ પણ વાંચો – BJP ના આ નેતાને ટાંકી Lalit Vasoya એ કહ્યું, તેમની વિરુદ્ધ મારે હાર માટે ઉમેદવારી નોંધાવી પડત..!