Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Congress : મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે, કોંગ્રેસ કાર્યકરોની નારાજગી અંગે આપી પ્રતિક્રિયા

01:32 PM Jul 10, 2024 | Vipul Sen

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) આજથી ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે છે. દરમિયાન, તેઓ અમદાવાદ જિલ્લા, સુરેન્દ્રનગર (Surendranagar), બનાસકાંઠા, કચ્છ અને મોરબીમાં કારોબારી બેઠકમાં ભાગ લેશે. અમદાવાદમાં (Ahmedabad) કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા અને આ ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી અંગે તેમણે કહ્યું કે, જે ખબર આવી રહી છે એનો કોઇ આધાર નથી.

વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકમાં ભાગ લેશે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લા (Ahmedabad), સુરેન્દ્રનગર, બનાસકાંઠા (Banaskantha), કચ્છ અને મોરબીમાં (Morbi) કારોબારી બેઠકમાં ભાગ લેશે. અમદાવાદ પહોંચી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, સંગઠનને ગુજરાતમાં (Gujarat Congress) કેવી રીતે તૈયાર કરવાનું છે ? એ સંદેશ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આપી દીધો છે. રાહુલ ગાંધીએ ભરોસો આપ્યો છે કે એમની ઉમ્મીદ પૂર્ણ કરવા કામ થશે. ત્રણ દિવસ જિલ્લા કારોબારીમાં જઈને સંગઠન અંગે ચર્ચા કરીશું. તેમણે આગળ કહ્યું કે, વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણીને (Assembly Elections) ધ્યાને રાખીને કામ કરવામાં આવશે.

અમારો સંઘર્ષ સત્તામાં આવવાનો નથી : મુકુલ વાસનિક

મુકુલ વાસનિકે (Mukul Wasnik) આગળ કહ્યું કે, ગુજરાતમાં બનેલી ઘટનાઓમાં લોકોને હજી સુધી ન્યાય મળ્યો નથી. અમારો સંઘર્ષ સત્તામાં આવવાનો નથી, પરંતુ ગુજરાતમાં (Gujarat) ન્યાય સંગત રાજનીતિ કેવી હોય એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સાથે તેમણે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય (Ahmedabad Congess Office) પર પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી હોવા અંગે કહ્યું કે, જે ખબર આવી રહી છે એનો કોઇ આધાર નથી. ભાજપની કરતૂતનો વિરોધ થવાના બદલે કોંગ્રેસ સામે આંગળી ચિંધવી અયોગ્ય છે. કોંગ્રેસના તમામ નેતાઓને સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે સવાલ કર્યો કે આ ઘટના બાદ સ્વયં રાહુલ ગાંધી ( Rahul Gandhi) અમદાવાદ આવે એ શું ઓછું છે ? જ્યુડિશિયલ કસ્ટડીમાં કે જેને સમસ્યા થઈ છે એમને તમામ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો – Gujarat માં દિકરીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમોની હવે ખેર નથી..

આ પણ વાંચો – Rajkot મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત…!

આ પણ વાંચો – Ambalal Patel : Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજને સરકારે Director of Prosecution બનાવ્યા