Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot GamZone Fire : આરોપી સાગઠિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ, એજન્સીઓનાં રિપોર્ટને લઈ ચર્ચા!

01:41 PM Jul 08, 2024 | Vipul Sen

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GamZone Fire) મામલે આરોપી અને સસ્પેન્ડેડ પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) બેનામી સંપત્તિને લઈ મોટા ખુલાસા થયા છે. આરોપી સાગઠિયા લાંચ તરીકે બિલ્ડરો પાસેથી ઘરેણાં લેતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે SIT સહિત તપાસ એજન્સીના રિપોર્ટને લઇ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. તપાસ રિપોર્ટમાં કોઈ પોલિટિકલ કનેકશનનો ઉલ્લેખ ના થતાં ભારે ચર્ચા છે. બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં મૃતકના પિતાનો કન્ઝ્યુમર કોર્ટમાં લાખો રૂપિયાનો દાવો કર્યો છે.

લાંચ તરીકે બિલ્ડરો પાસેથી ઘરેણાં લેતો હોવાનો ઘટસ્ફોટ!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GamZone Fire) આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) બેનામી સંપત્તિને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મનસુખ સાગઠિયા લાંચમાં બિલ્ડરો પાસેથી ઘરેણાં લેતો હતો. રાજકોટના (Rajkot) ત્રણ જ્વેલર્સની પૂછપરછમાં આ માહિતી સામે આવી છે. TPO સાગઠિયાની ઓફિસમાંથી જપ્ત કરેલા ઘરેણાં પર રાજકોટનાં નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ક મળી આવતા ACB એ પૂછપરછ કરી હતી. પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિકની પણ પૂછપરછ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ACB ની પૂછપરછમાં ત્રણેય જ્વેલર્સનાં માલિક એક જ રટણ કરી રહ્યા છે કે આરોપી સાગઠિયાએ તેમની પાસેથી ક્યારેય ઘરેણા નહીં ખરીદ્યા. આરોપી સાગઠિયાને કોણે-કોણે લાંચ આપી ? તેને લઈને પણ તપાસ તેજ થઈ છે.

સાગઠિયા સાથે અમારે કોઇ લેવા-દેવા નથી : રાધિકા જ્વેલર્સ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, નામાંકિત ત્રણેય જ્વેલર્સમાં રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સની (Shilpa Jewelers) પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે રાધિકા જ્વેલર્સના માલિકે જણાવ્યું કે સાગઠિયા સાથે અમારે કોઇ લેવા-દેવા નથી. અહીં બિલ પર દાગીના વહેંચાય છે. અમે ગ્રાહકને બિલ વગર દાગીના આપતા જ નથી. રાધિકા જ્વેલર્સના (Radhika Jewellers) માલિકે વધુમાં જણાવ્યું કે, જરૂરી ડોક્યુમેન્ટના આધારે દાગીના વહેચીએ છીએ. 10 વર્ષથી હોલ માર્ક પર જ દાગીના બનાવીએ છીએ. અમારે સ્ટાફ પણ 10 થી 12 મહિને ફરી જતો હોઇ છે. અમારી દુકાનના ઓપનિંગમાં સાગઠિયા પણ હતા. પરંતુ, સાગઠિયાએ અમારી પાસેથી ક્યારેય ઘરેણા ખરીદ્યા નહીં.

SIT, તપાસ એજન્સીના રિપોર્ટને લઇ અનેક તર્ક-વિતર્ક

બીજી તરફ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ SIT સહિત તપાસ એજન્સીના રિપોર્ટને લઇ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. SIT સહિત 3 એજન્સીની તપાસ માત્ર મનસુખ સાગઠિયા સુધી સમિત હોવાની ચર્ચા શરૂ થઈ છે. જ્યારે, રિપોર્ટમાં કોઈ પોલિટિકલ કનેક્શન, કોર્પોરેશનના અન્ય કોઈ પદાધિકારીનો ઉલ્લેખ ના થતા અનેક સવાલ થઈ રહ્યા છે. શું સસ્પેન્ડેડ પૂર્વ TPO મનસુખ સાગઠિયા એકલા હાથે મસમોટો વહિવટ કરતો હતો ? તેવા સવાલ થઈ રહ્યા છે. SIT સાથે રાજકોટ પોલીસની (Rajkot Police) SIT અને સત્યશોધક કમિટીના રિપોર્ટ પોલિટિક્લ અને કોર્પોરેશનના પદાધિકારીથી દૂર રહ્યા હોવાની અને કોર્પોરેશનમાંથી (SMC) કરોડો કમાનારા મનસુખ સાગઠિયા માત્ર મહોરું હોઈ મોટી માછલીઓ છટકી જશે ? તેવા સવાલોએ જોર પકડ્યું છે.

મૃતકના પિતાનો લાખો રૂપિયાનો વળતર દાવો

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GamZone Fire) મૃતક નીરવ વેકરિયાના (Nirav Vekaria) પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો છે. માહિતી મુજબ, તેમણે રૂ. 20 લાખનાં વળતરનો દાવો દાખલ કર્યો છે. કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુ. કમિશનરને (SMC) પક્ષકાર બનાવાયા છે. રેસ-વે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે આયોગ દ્વારા કાર્યવાહી કરી તમામ પક્ષકારોને નોટીસ પણ ફટકારાઈ છે.

આ પણ વાંચો – Rajkot પાસે પીપળીયામાંથી નકલી શાળા પકડાઇ…

આ પણ વાંચો – GONDAL : સો ફુટ પાણી ભરેલા કુવામાં બાળકી ડૂબી ગઈ; ત્રીજા દીવાસે લાશ મળી

આ પણ વાંચો – Rajkot: જયેશ બોઘરા ફરી બન્યા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન