Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભગવાન જગન્નાથજી સહપરિવાર નગરચર્યાએ નિકળ્યા

03:06 PM Jul 07, 2024 | PARTH PANDYA

VADODARA : આજરોજ અષાઢી બીજના દિવસે વડોદરાના ઇસ્કોન મંદિર (ISKON TEMPLE – VADODARA) દ્વારા 43 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બિરાજમાન થઇને ભગવાન જગન્નાથજી સહપરિવાર નગરચર્યાએ નિકળ્યા છે. રથયાત્રામાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. વડોદરામાં ભગવાન જગન્નાથજીના રથની પહિંદ વિધી મેયર પિંકીબેન સોની અને દંડક બાળુ શુક્લ દ્વારા કરવામાં આવી છે. જેમાં શહેરના અન્ય અગ્રણીઓ પણ જોડાયા છે. આ રથયાત્રાને દોરડા વડે ખેંચવામાં આવી રહ્યો છે. રથયાત્રા આગળ ભજન કિર્તન કરતા ભક્તો નજરે પડી રહ્યા છે. રથની પાછળના ભાગે ભગવાનના પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા 35 ટન શુદ્ધ શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

બરોડા સ્કૂલ સામે આવી પૂર્ણ થશે

3 કલાકે શંખનાદ સાથે પ્રસ્થાન થયેલી રથયાત્રા રેલ્વે સ્ટેશનથી એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફુલબારી નાકા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જ્યુબીલીબાગ સર્કલથી રોંગ સાઈડે, મહાત્માગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોંગ સાઇડે, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, ફાયર બ્રિગેડ ત્રણ રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, વીર ભગતસિંહ ચોક, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા થઈને બરોડા સ્કૂલ સામે આવી પૂર્ણ થશે. 7 કિમીના રૂટ પર રથયાત્રાના રૂટ પર કોઇ તકલીફ ન સર્જાય તે માટે પાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા શાંતિપૂર્વક પસાર થાય તે માટે પોલીસે પહેલાથી જ કમર કસી લીધી છે.

ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે

આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડીને તા. ૭ જુલાઈના રોજ બપોરના ૧ કલાકથી રથયાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કર્યો છે. આ ઉપરાંત એસ. ટી. બસો સિવાય તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. રથયાત્રાના રૂટ સંબંધિત ૩૦ જેટલા રૂટ પર પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે. પ્રતિબંધિત કરેલા રસ્તાઓ ઉપરની ગલીમાંથી આવતો ટ્રાફિક પણ રથયાત્રાના રૂટ પર જઈ શકશે નહીં.

આ પણ વાંચો — Porbandar : સુદામાપુરીમાં ભગવાન જગન્નાથને 100 વર્ષ જૂના રથમાં બિરાજમાન કરાયાં