Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RathYatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

01:45 PM Jul 07, 2024 | Hiren Dave

RathYatra: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra pate) રથયાત્રા(RathYatra)નું નિરીક્ષણ કર્યું છે. જેમાં CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. તેમાં રથના લોકેશન, સુરક્ષા, સલામતીની જાણકારી મેળવી છે. મુખ્ય સચિવ રાજકુમાર, DGP વિકાસ સહાય હાજર રહ્યા છે. અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા યોજાઇ રહી છે.

 

રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વીડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈસીટી ટીમના અધિકારીઓ જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈસીટી ટીમના અધિકારીઓ જોડાયા હતા.

 

આ પણ  વાંચો Bhavnagar : ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રાનો શુભારંભ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

આ પણ  વાંચો- Surat : મોડી રાતથી રેસ્ક્યૂ ઓપરેશન, અત્યાર સુધી 7 મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા

આ પણ  વાંચો- Rathyatra : ભગવાન જગન્નાથની રથયાત્રાનો જુઓ અદભુત ડ્રોન નજારો