Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amit Shah : ગાંધીનગરમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત

02:49 PM Jul 06, 2024 | Vipul Sen

કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સવારે 10:30 કલાકે ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. કાર્યક્રમમાં Neno Urea અને Neno DAP પર 50 ટકા સબસીડીની જાહેરાત કરી હતી.

Neno Urea અને Neno DAP પર 50 ટકા સબસીડીની જાહેરાત

કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે 10.30 કલાકે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં (Mahatma Mandir) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહે હાજરી આપી હતી અને સંબોધનમાં Neno Urea અને Neno DAP પર 50 ટકા સબસીડીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સૌને સહકારિતા દિવસની (International Cooperative Day) શુભકામનાઓ. દેશનાં વિકાસમાં સહકારિતા વિભાગનો મહત્ત્વનો ફાળો છે.

અમૂલ ઓર્ગેનિક વસ્તુઓને બજારમાં મુકશે : અમિત શાહ

કેન્દ્રીય અને ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહે કહ્યું કે, શ્યામાપ્રસાદ મુખર્જીના (Shyamaprasad Mukherjee) કારણે બંગાળ અને કાશ્મીર ભારતના ભાગ છે. PM મોદીના (PM Narendra Modi) નેતૃત્વનાં કારણે કાશ્મીરમાં (Kashmir) તિરંગો લહેરાયો છે. આ સાથે તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે, નેનો યુરિયાનો ઉપયોગ વધારવા અપીલ કરું છું. નેનો યુરિયા (Neno Urea) ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. અમિત શાહે નેનો યુરિયા પર 50 ટકા સબસીડીની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, અમૂલ ઓર્ગેનિક વસ્તુઓને બજારમાં મુકશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel), સહકારી આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જણાવી દઈએ કે, આ કાર્યક્રમ બાદ અમિત શાહ પંચમહાલ (Panchmahal) અને થરાદની પણ મુલાકાત લેશે. ઉપરાંત, ગોધરામાં (Godhra) અર્થક્ષમ સેવા સહકારી મંડળીની પણ મુલાકાત લેશે. આશાપુરા છારીયા દૂધ સહકારી મંડળીની મુલાકાત લઈને સભ્યો સાથે ચર્ચા કરશે. જ્યારે પંચમહાલ ડેરી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓના મહાનુભાવો સાથે પણ બેઠક કરશે.

આ પણ વાંચો – Amit Shah in Gujarat : આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી, જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

આ પણ વાંચો – Live: વાંચો…Rahul Gandhiની મુલાકાતની પળેપળની માહિતી

આ પણ વાંચો – રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર Harsh Sanghvi ની પ્રતિક્રિયા, રથયાત્રામાં સુરક્ષા અંગે આપી માહિતી