Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં મહત્વની મીટિંગ યોજાઇ

02:14 PM Jul 03, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં 7 જુલાઇના રોજ યોજાનાર રથયાત્રા (RATHYATRA – 2024) પૂર્વે આજરોજ ઇસ્કોન મંદિરમાં શહેર પોલીસ કમિશનર સહિત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ, ટેમ્પલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે. અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થાય તે માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

મહત્વના સભ્યો સાથે મીટિંગ યોજાઇ

વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 જુલાઇના રોજ ભગનાવ જગન્નાથજી સહ પરિવાત નગરચર્યાએ નિકળશે. તે પહેલા આજરોજ શહેર પોલીસ કમિશનર દ્વારા અન્ય વિભાગો તથા ટેમ્પલ કમિટીના મહત્વના સભ્યો સાથે મીટિંગ યોજાઇ છે.

વિભાગો તરફથી થતી કાર્યવાહીને લઇને ચર્ચા

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર જણાવે છે કે, 7, જુલાઇના રોજ યોજાનાર રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ઇસ્કોન મંદિરમાં એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામીજી, ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધીઓ તથા સંલજ્ઞ વિભાગના અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થઇ છે. રથયાત્રા અનુસંધાને મંદિર તરફથી તથા અન્ય વિભાગો તરફથી થતી કાર્યવાહીને લઇને ચર્ચા કરવામાં આવી છે. પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે, પરંતુ વિજ કંપની, પાલિકા, આર એન્ડ બી, રથ નિર્માણકર્તા ટીમ સાથે ચર્ચા કરવામાં આવી છે.

કંટ્રોલ સેન્ટરથી મોનીટરીંગ કરી શકીએ

વધુમાં તેઓ જણાવે છે કે, પોલીસ તરફથી સ્થાનિક પોલીસ, સ્ટેટ રીઝર્વ પોલીસની ટુકડીઓ, ગૃહરક્ષક દળ, ટ્રાફીક બ્રિગેડના સભ્યો બંદોબસ્તમાં તૈનાત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે પ્રકારનું આયોજન છે. પોલીસ વિભાગ તરફથી શહેરીજનો અને બહારથી આવનાર લોકો માટે ટ્રાફીક મુવમેન્ટ જાહેરનામું બહાર પાડીને રેગ્યુલેશન, સાથે સાથે સુરક્ષાના અનુસંધાને સીસીટીવી, બોર્ડ વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખીને સમગ્ર ઘટનાક્રમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનીટરીંગ કરી શકીએ. તે પ્રકારનું આયોજન કર્યું છે. ટેક્નોલોજીથી સુસજ્જ થઇને પોલીસ તે દિવસે તાકાસ સાથે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવા પ્રયાસો કરશે.

આ પણ વાંચો — VADODARA : ચોમાસામાં 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, નંબર નોંધી લો