Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : હાથીખાનામાંથી ખરીદેલો તેલનો ડબ્બો ડુપ્લીકેટ હોવાનો આરોપ

10:45 AM Jul 03, 2024 | PARTH PANDYA

VADODARA : રાજ્યભરમાં ખાણી-પીણીની વસ્તુઓમાંથી ભેળસેળ, જીવાત, ગરોળી મળી આવવાની ઘટના સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે હવે વડોદરા (VADODARA) ના જુના અને જાણીતા હાથીખાના માર્કેટમાંથી ખાદ્યતેલનો ડબ્બો ડુપ્લીકેટ (DUPLICATE EDIBLE OIL) મળી આવ્યો હોવાનો આરોપ ગ્રાહક મુકી રહ્યા છે. જેને લઇને સનસની મચી જવા પામી છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું

વડોદરાના જુના અને જાણીતા હાથીખાના માર્કેટમાં વર્ષોથી અનાજ-કરીયાણાનું હોલસેલ માર્કેટ ધમધમે છે. અહીંયા વડોદરા જ નહી પરંતુ મધ્યગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. ત્યારે તાજેતરમાં વડોદરાના એક ગ્રાહક દ્વારા અહીંયા આવેલી સુજલ ટ્રેડર્સ નામની દુકાનમાંથી તેલનો ડબ્બો ખરીદવામાં આવ્યો હતો. જેને ખરીદ્યા બાદ તેલનો ડબ્બો ડુપ્લીકેટ હોવાની આશંકા ગ્રાકહે વ્યક્ત કરી હતી. સાથે જ તેલનું લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું હતું. લેબોરેટરીની રિપોર્ટમાં કંઇ ગડબડ સામે આવશે તો ગ્રાહકે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પણ જણાવ્યું હતું.

થોડોક વિશ્વાસ રાખવો પડે

ગ્રાહક રીયાઝુદ્દીન શેખ મીડિયાને જણાવે છે કે, હું તેલનો ડબ્બો લેવા આવ્યો હતો. ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. અમે (તેલ) ડુપ્લીકેટ જેવું લાગ્યું, એટલે બીજા લોકોને બોલાવી લીધા હતા. પછી તેમણે કહ્યું કે, ડુપ્લીકેટ હોય તેવું લાગે તો લેબોરેટરીમાં ચેક કરાવી લો. હું લેબોરેટરીમાં ચેક કરાવીશ, તેમાં કંઇ નિકળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશ. ડબ્બામાં કડી પ્લાસ્ટીકની હોય છે, તેવું અલગ જણાય છે. દુકાન માલિક મને ડબ્બો ઓરીજીનલ હોવાનું ખાતરી પૂર્વક કહે છે. આમાં તેવું કંઇ નથી. વેપારી કહે છે, એટલે થોડોક વિશ્વાસ રાખવો પડે.

મેં તેમને તેલ વેચ્યું જ નથી

સુજલ ટ્રેડર્સ (SUJAL TRADERS) ના માલિક મુરારીભાઇ મીડિયાને જણાવે છે કે, તેમણે મારી દુકાનમાંથી તેલ લીધુ જ નથી. આ વિષયમાં હું કંઇ જાણતો નથી. મેં તેમને તેલ વેચ્યું જ નથી. તો હું કેવી રીતે સ્વિકારૂં. મેં કોઇ બીલ આપ્યું જ નથી. હું દુકાનો ન્હતો. તેઓ લેબોરેટરીમાં ચેક કરાવી શકે છે. જો કે, ગ્રાહક દ્વારા ઓનલાઇન પેમેન્ટ અંગે શેર કરવામાં આવેલા સ્ક્રિન શોટમાં સવારે 11 – 42 કલાકે સુજલ ટ્રેડર્સમાં રૂ. 1730 ની ચુકવણી કરવામાં આવી હોવાનું જણાઇ આવ્યું હતું.

આ પણ વાંચો — KUTCH : CID ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો કોર્ટમાં ચોંકાવનારો દાવો!