Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Weather Update : સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્ત્વની બેઠક

07:57 AM Jul 03, 2024 | Vipul Sen

Weather Update : રાજ્યમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે. મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દરમિયાન, ‘વેધર વોચ ગ્રૂપ’ની (Weather Watch Group) બેઠક યોજાઈ હતી. અઠવાડિયામાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ચોમાસાની શરૂઆત થઇ ગયી છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (State Emergency Operation Center-Gandhinagar) ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની (Jenu Dewan) અધ્યક્ષતામાં ‘વેધર વોચ ગ્રૂપ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી. આ બેઠક દરમિયાન, હવામાન વિભાગના (Meteorological Department) અધિકારીએ જણાવ્યું કે, 04 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી અંગે ચર્ચા કરાઈ હતી.

NDRF, SDRF ની ટીમો તૈનાત કરાઈ

આ બેઠકમાં NDRF ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીનાં (Weather Update) ભાગરૂપે 10 ટીમોને વિવિધ સ્થળે તૈનાત કરવામાં આવી છે તથા 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. તેમ જ SDRF ની તમામ પ્લાટૂન જરૂરિયાત જાણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં રાજયમાં 29 % જેટલું વાવેતર થઈ ગયું છે. તેમ જ વરસાદના કારણે રાજયમાં પાકમાં કોઈ પણ નુકસાનીની ભીતિ નથી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, ઈસરો (ISRO), BISAG-N, ફિશરિઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, GMB, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, UDD, ફાયર, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગ તથા ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

 

આ પણ વાંચો – Godhra શહેરમાં ખાડાનું સામ્રાજ્ય, રાહદારીઓ ભોગવી રહ્યા છે ભારે હાલાકી

આ પણ વાંચો – Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો – Bharuch: કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડી, સ્થાનિકને થઈ ગંભીર ઈજાઓ