Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot Gamezone Fire : આરોપીને સાથે રાખી તપાસ, ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

09:53 AM Jul 02, 2024 | Vipul Sen

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ એક પટારો છતો થયો છે. રાજકોટ ACB એ પૂર્વ TPO મનસુખ સાગઠિયાની સીલ કરેલ ઓફિસમાં તપાસ કરતા રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું છે. હજુ પણ તપાસ ચાલી રહી છે અને અનેક લોકરની ચકાસણી બાકી છે. ત્યારે વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થશે એવી વકી છે.

આરોપી સાગઠિયાને સાથે રાખી ઓફિસમાં તપાસ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Fire) 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ત્યારે આ કેસમાં વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન, ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં સતત મસમોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ACB (Rajkot ACB) દ્વારા આરોપી સાગઠિયાને સાથે રાખી તેની સીલ કરેલી ઓફિસમાં ગત રાતથી તપાસ કરવામાં આવી રહી છે.

રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

દરમિયાન, સાગઠિયાની ઓફિસમાંથી રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું (Gold) મળી આવ્યું હોવાની માહિતી છે. ઉપરાંત, હજી સુધી રાજકોટ એસીબી (Rajkot ACB) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક લોકરની ચકાસણી પણ બાકી છે. આથી, આ લોકર્સની તપાસમાં પણ મસમોટી રકમ મળે તેવા એંઘાણ છે. માહિતી મુજબ, આરોપી સાગઠિયાનું ઓફિસ અગાઉ સીલ કરાયું હતું અને હવે તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો – Rahul Gandhi ની ‘હિંદુ’ અંગે ટિપ્પણીના પડઘા ગુજરાતમાં! મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો-પથ્થરમારો

આ પણ વાંચો – Ahmedabad : માતાએ દીકરા પર જીવલેણ હુમલો કરી પોતે ગાળા પર ચપ્પું ફેરવી આપઘાત કર્યો!

આ પણ વાંચો – Rath Yatra : રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ અને SOG નો સપાટો, વાસણા-વેજલપુર અને મિરઝાપુરમાં કરી મોટી કાર્યવાહી