Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મેયર-ચેરમેનના ફોટો વાળી કાર ભૂવામાં પાડી વિરોધ

12:44 PM Jul 01, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડ રોડ વિસ્તારમાં વરસાદ (GUJARAT – MONSOON) ની શરૂઆતમાં જ રોડ પર ભૂવા પડવાનું શરૂ થઇ ગયું છે. પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી વધુ એક વખત નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા રીમોટ સંચાલિત કાર પર પાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ફોટા ચોંટાડી તેને ખાડામાં નાંખવામાં આવી છે. અને તેઓ જણાવે છે કે, આ શહેરને ખાડોદરા બનાવેલા તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ છે.

અનોખી રીતે વિરોધ

વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ ઠેર ઠેર ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પણ સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેવામાં આજે જાગૃત નાગરિક દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવીને નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

લોકોના પૈસા બરબાદ

શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા અને અનોખો વિરોધ કરનાર નાઝીમ ભાઇ જણાવે છે કે, વડોદરા શહેરને સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવી રહી છે. પણ તેવું કંઇ દેખાઇ નથી રહ્યું. જ્યારે વરસાદ આવે ત્યારે પોલ ખુલી જાય છે. અનેક જગ્યાએ ખાડાઓ પડી જાય છે. આજે મેં પાલિકાના મેયર (પિન્કીબેન સોની) અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (ડો. શિતલ મિસ્ત્રી) નો ફોટો લગાડેલી ગાડી ખાડામાં પાડી છે. તેમની આંખો ખોલવાનો આ પ્રયાસ છે. કહેવાનો મતલબ કે, ચોમાસા પહેલા અધિકારીઓ પ્રિમોન્સૂન કામગીરી કરી દેવામાં આવી છે, તેમ જણાવે છે, પરંતુ કોઇ કામગીરી થઇ નથી હોતી. તેમના પર કાર્યવાહી થવી જોઇએ. આ લોકોના પૈસા બરબાદ કરી રહ્યા છે. અહિંયાના ચાર કોર્પોરેટર છે, પરંતુ તેમણે કોઇ કામ નથી કરવું. તેઓ માત્ર ટીપી 13 વિસ્તારમાં જ કામ કરી રહ્યા છે. નવા યાર્ડમાં કોઇ કામ કરતું નથી. આ વખતે જનતા જાગૃત થઇ રહી છે.

આ પણ વાંચો — VADODARA : વરસાદ ટાણે તળાવમાં ફીણ દેખાયુ, કેમિકલના નિકાલની આશંકા