Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PANCHMAHAL : સ્વામીની લંપટ લીલાઓને લઈ હરિભક્તોમાં ઉગ્ર રોષ

06:34 PM Jun 28, 2024 | PARTH PANDYA

PANCHMAHAL : સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ (VADTAL) ના અમુક સ્વામીઓ દ્વારા ધર્મને લાંછન લાગે તેવા કૃત્યો કરવામાં આવતા હિન્દૂ ધર્મના સંપ્રદાયની છબી ખરડાઈ રહી છે. તેના વિરોધમાં ગોધરા અને સમગ્ર પંચમહાલ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મેદાનમાં આવ્યા છે. આજ રોજ ગોધરામાં હરિભક્તો દ્વારા અધિક નિવાસી કલેકટર ને આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કરી આવા લંપટ સ્વામી અને સાધુઓ સામે કડક પગલાં લેવા ઉગ્ર માંગ કરવામાં આવી.

સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સાધુ દ્વારા કરાયેલી દુષ્કર્મની ઘટનાને લઈ ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાના હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સંપ્રદાયના હરિભક્તોએ મોટી સંખ્યામાં પ્લે કાર્ડ બેનર સાથે રેલી યોજી લંપટ સાધુઓ દૂર કરો સંપ્રદાય બચાવો સહિતના સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. સ્વામીઓના લંપટ લીલાઓને કારણે સમાજની મહિલાઓ સહિત દીકરીઓ અને વિદ્યાર્થીઓને ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું હોય તેવું જણાવ્યું હતું.

સનાતન ધર્મને નીચું જોવાની સ્થિતિનું નિર્માણ

હરિભક્તોએ સમાજની દીકરીઓને નીચું મોઢું કરી ફરવું પડે એવા સાધુઓને દૂર કરવાની ઉગ્ર માંગણી કરતું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપી રજુઆત કરી હતી. આ ઉપરાંત ન્યાય માટે અવાજ ઊઠાવનારા હરિભક્તો સામે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી રહી છે. જે રદ કરવાની પણ માંગણી કરી હતી. હરિભક્તો એ જણાવ્યું હતું કે લંપટ સાધુઓ દ્વારા કરવામાં આવતી હરકતોથી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહિં સમગ્ર સનાતન ધર્મને નીચું જોવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો — VADODARA : સાવલી જમીન કૌભાંડમાં સંડોવાયેલા પૈકી ત્રણના રિમાન્ડ પૂર્ણ