Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : SSG હોસ્પિટલમાં સેફ્ટી વગર રંગરોગાન ચાલુ

02:43 PM Jun 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાની એસએસજી હોસ્પિટલ (VADODARA – SSG HOSPITAL) માં કોઇ પણ પ્રકારની સુરક્ષા વગર રંગરોગાન કરવામાં આવતું હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. જેમાં કોઇ પણ પ્રકારની સુરક્ષા વગર એક શખ્સ માત્ર બાંબુ અને દિવાલ પર પગનો ટેકો મુકીને કલરકામ કરી રહ્યો છે. આ વીડિયો એસએસજી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડની સામે આવેલા પીડિયાટ્રીક વોર્ડનો હોવાનો અંદાજ છે. હવે આ મામલો સામે આવતા બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઇ કાર્યવાહી થાય છે કે નહિ તે જોવું રહ્યું. આ શખ્સ જો ઉંચાઇથી નીચે પટકાય તો કોઇ પણ અનિચ્છનિય ઘટના બની શકે છે.

સુરક્ષાને લઇને બેદરકારી

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલ અનેક કારણોસર સમયાંતરે ચર્ચામાં આવ્યા કરે છે. હાલમાં એસએસજી હોસ્પિટલમાં રંગરોગાન કાર્ય ચાલી રહ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને બેદરકારી દાખવવામાં આવતી હોવાની સાબિતી આપતો વીડિયો હાલ સામે આવ્યો છે. આ વીડિયા સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે.

જોખમી સાબિત થઇ શકે

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક શખ્સ દિવાલ અને બાંબુના ટેકે કલરકામ કરી રહ્યો છે. તેણે સુરક્ષાના કોઇ સાધનો પહેર્યા નથી. અને પાસેથી પસાર થતા રસ્તા પર વાહન વ્યવહાર પણ ચાલુ છે. આટલી ઉંચાઇ પર કોઇ પણ સુરક્ષાના સાધનો વગર કામ કરવું જોખમી સાબિત થઇ શકે છે. આ વીડિયો એસએસજી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડની સામે આવેલા પીડિયાટ્રીક વોર્ડનો હોવાનો અંદાજ છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠવા પામી છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોની સુરક્ષા જલ્દી સુનિશ્ચિત કરાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

આ પણ વાંચો — VADODARA : ફાયર વિભાગની તપાસ પાદરા પહોંચી, 4 એકમો સીલ