Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dwarka : ચરસનાં બિનવારસી 40 પેકેટ મળ્યા, સુરતમાં ‘Say No To Drugs’ રેલી યોજાઈ

07:50 PM Jun 26, 2024 | Vipul Sen

દ્વારકા (Dwarka) જિલ્લામાં ફરી એકવાર ચરસનો (charas) બિનવાસરી જથ્થો ઝડપાયો છે. જિલ્લાના (Navdra) નાવદ્રાથી લાંબા વચ્ચેના દરિયાકાંઠેથી ચરસનાં પેકેટ મળી આવ્યા છે. સૂત્રો મુજબ, સોનબારા (Sonbara) વિસ્તારમાંથી કરોડોની કિંમતના અંદાજિત 40 જેટલા ચરસનાં પેકેટ મળ્યા છે. આ મામલે SOG દ્વારા એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સોનબારા વિસ્તારમાંથી 40 પેકેટ ચરસના મળી આવ્યા

દ્વારકા (Dwarka) જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી ફરી એકવાર ચરસનો બિનવારસી જથ્થો ઝડપાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નાવદ્રાથી લાંબા વચ્ચેના દરિયાઈ કિનારાનાં સોનબારા વિસ્તારમાંથી અંદાજિત 40 પેકેટ ચરસના (charas) મળી આવ્યા છે. આ મામલે SOG દ્વારા એક વ્યક્તિની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. નાવદ્રાનાં સોનબારા (Sonbara) દરિયાઈ કિરાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં નશાનો જથ્થો એક વ્યક્તિને મળ્યો હોવાની એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરી હતી. આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

સુરતમાં “Say No To Drugs” રેલીનું આયોજન

સુરતમાં “Say No To Drugs” રેલીનું આયોજન

સુરતમાં (Surat) પોલીસ દ્વારા “Say No To Drugs” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત આ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત સહિત શહેર SOG, ટ્રાફિક, સ્થાનિક પોલીસ (Surat Police) સહિતના અધિકારીઓ અને 400 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી પાલ RTO થી શરૂ થઈ ત્રણ કિમી સુધી યોજાઈ હતી.

 

આ પણ વાંચો – Kheda : ખનન માફિયાઓ બેફામ, નદીનું વહેણ બદલી રસ્તો અને 10 થી વધુ બ્રિજ બનાવી દીધા!

આ પણ વાંચો – Raid : તમે લો છો એ દવા બનાવટી તો નથી ને..? વાંચો આ કિસ્સો…

આ પણ વાંચો – Kutch BSF: સીમા સુરક્ષા દળે પેટ્રોલિંગ દરમિયાન 11 દિવસમાં 170 Drugs ના પેકેટ કર્યા કબજે