Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રવોશોત્સવની ઉજવણી વચ્ચે બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર

06:26 PM Jun 26, 2024 | PARTH PANDYA

BANASKANTHA / DAHOD : આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શાળામાં શરૂઆત કરવામાં આવી છે. સરાકરી અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થશે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં સ્થિતી એવી છે કે, શાળામાં ઓરડા ન હોવાના કારણે ખુલ્લામાં બેસીને વિદ્યાર્થીઓએ ભણવું પડે છે. રાજ્યના બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં પ્રવેશોત્સવ ટાણે અલગ જ સ્થિતી સામે આવવા પામી છે.

બહાર બેસી ભણવા મજબુર

ગુજરાત સરકાર નો પ્રવેશોત્સવમાં કરોડોનો ધુમાડો ‘ને ગુજરાતના બનાસકાંઠા ના ગામડાઓ માં વિધાર્થીઓ ને બેસવા ઓરડાઓ ની ઘટ. એકબાજુ શિક્ષણ વિભાગ ‘સૌ ભણે, સૌ આગળ વધે’નું સૂત્ર પોકારી રહી છે તો બીજી બાજુ, આજે પણ એવા કેટલાક ગામડાંઓ છે કે જ્યાં શાળાના મકાનો નથી વિધાર્થીઓ બહાર બેસી ભણવા મજબુર છે.

વાવાઝોડા અને વરસાદનો ભોગ બનશે

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કોઠીગામ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને શાળાનું મકાન ન હોવાથી ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. એકબાજુ શિક્ષણ વિભાગ ‘સૌ ભણે, સૌ આગળ વધે’નું સૂત્ર પોકારી રહી છે, તો બીજી બાજુ, આજે પણ એવા કેટલાક ગામડાંઓ છે કે જ્યાં શાળામા ઓરડા (રૂમ) ના કારણે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાની સિઝન છે. ત્યારે વરસાદની પણ શક્યતા છે. ત્યારે ખુલ્લા આકાશ નીચે વૃક્ષના છાંયડે બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાવાઝોડા અને વરસાદનો ભોગ બનશે. તો જવાબદારી કોની રહેશે.

દયનિય સ્થિતિ નહીં દેખાઈ હોય?

એક તરફ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે.રસ્તાઓ પર મોટા મોટા હોડિગ મારી લાખો રૂપિયા ની જાહેરાતો કરવામાં આવે છે ત્યારે શું આવા સરકારી કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓ કે નેતાઓને કોઠીગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ નહીં દેખાઈ હોય? શિક્ષણ તંત્ર જાગૃત થાય અને ખુલ્લામાં ઝાડ નીચે ભય સાથે ભણતર લેતા વિદ્યાર્થીઓ માટે ઝડપી પાકું મકાન બને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો, અગ્રણી અને ગ્રામજનોની અને વિધાર્થીઓ ની માગ ઉઠી છે.

ઓરડા ના અભાવે દાહોદ જિલ્લા માં ખુલ્લા માં અભ્યાસ કરવા મજબૂર વિદ્યાર્થીઓ

આજથી રાજયભર માં 21 માં શાળા પ્રવેશોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો છે અને સરકાર ના દવા છે કે રાજયભર માં પ્રાથમિક શાળા ઓ માટે સરકાર દ્વારા કરોડો ના ખર્ચે અધતન અને સ્માર્ટ શાળા ઓ બનાવવા મા આવી છે પરંતુ દાહોદ જિલ્લા માં સરકાર ના તમામ દવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે દાહોદ ની છોટિયા ફળીયા ડુંગરા પ્રાથમિક શાળા માં એક થી આઠ ધોરણ માં 218 બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળા માં માત્ર બે જ ઓરડા ઓ આવેલા છે જેના કારણે બાળકો ને બહાર ઓટલા ઉપર, મેદાન માં પતરા ના શેડ નીચે અને ધાબા ઉપર ખુલ્લા માં અભ્યાસ કરવો પડે છે હાલ ચોમાસું છે ત્યારે ખુલ્લા માં પાણી આવી જાય, જીવજંતુ આવે તેવા ભય ની વચ્ચે નાના નાના ભૂલકાં અભ્યાસ કરી રહ્યા છે દાહોદ જિલ્લા માં અંતરિયાળ વિસ્તારો માં સ્માર્ટ ક્લાસ તો દૂર ની વાત છે પરંતુ બાળકો ને બેસવા માટે યોગ્ય છત માટે પણ ભૂલકા ઓ તરસી રહ્યા છે પ્રવેશોત્સવ ની ની સાથે સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારો માં નવીન ઓરડા ઑ બનાવે તે ઇચ્છનીય છે

અહેવાલ – સાબીર ભાભોર, દાહોદ

અહેવાલ – યશપાલસિંહ વાઘેલા, બનાસકાંઠ

આ પણ વાંચો – BHARUCH : જર્જરિત હોસ્પિટલના પરિસરમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર