Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વિજ કનેક્શન લેવા અરજદારે ઘૂંટણીયે પડીને માથું નમાવ્યું

02:34 PM Jun 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા જાંબુઆના સુંદરપુરા ગામે આવેલી એમજીવીસીએલ (MGVCL) કંપનીની કચેરીએ વિજ કનેક્શન લેવા માટે અરજદારે ઘૂંટણીયે પડીને હાથ જોડીને માથું નમાવવું પડ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ ઘટનામાં હાથ જોડીને વિનંતી કરતા અરજદારને એન્જિનીયર દ્વારા કોઇ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તાજેતરમાં વિજ કંપનીની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે વર્ષોથી વિજ કનેક્શન માટે ધક્કા ખાતા અરજદારને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું.

વિજ કનેક્શન મેળવવામાં ધાંધીયા

વડોદરામાં સ્માર્ટ વિજ મીટર નાંખ્યા બાદથી એમજીવીસીએલ કંપની પર અનેક કારણોસર માછલા ધોવાઇ રહ્યા છે. ક્યારે કલાકો સુધી લાઇટો જતી રહે, તો ક્યારેક અધિકારીઓ ધારાસભ્ય સુદ્ધાના ફોન ન ઉપાડે, વિતેલા બે માસમાં શહેરવાસીઓ આ બધાયના સાક્ષી બન્યા છે. ત્યારે એમજીવીસીએલ વિજ કંપનીની વધુ એક બેદરકારી છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં અરજદાર દ્વારા વિજ કનેક્શન મેળવવા માટે કચેરીએ એન્જિનીયર સમક્ષ ઘૂંટણીયે પડીને હાથ જોડીને માથું નમાવવું પડ્યું છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સાહેબ ત્રણ-ચાર વર્ષથી હું ધક્કા ખાઉં છું

જાંબુઆના સુંદરપુરાના નિશાંત પટેલનો વિજ કંપનીની કચેરીએ અધિકારીને ઘૂંટણીયે પડીને માથુ ટેકવીને મદદ માંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેમાં નિશાંત પટેલ જણાવે છે કે, હું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હું હેરાન છું. મારે ત્યાં લાઇટ નથી. હું તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું. મેં ખાલી પાંચ મીનીટ માણસ માંગ્યો છે, પાંચ મીનીટ માણસ ખાલી લાઇન પર જોઇ લે, ,સાહેબ ત્રણ-ચાર વર્ષથી હું ધક્કા ખાઉં છું. ત્યારે માણસ આટલો હદની નીચે આવ્યો હશે. એટલે ઘૂંટણ પર આવ્યો છે.

મને સરપંચે સલાહ આપી

વધુમાં તે જણાવે છે કે, આ લાસ્ટ લિમિટ છે. આનાથી વધારે લિમિટ નથી. હું સારા પરિવારમાંથી આવું છું. આજસુધી મેં અપશબ્દ નથી કહ્યો, આજે પણ હું સાહેબ સાહેબ કરીને વાત કરું છું. મને સરપંચે સલાહ આપી છે કે, તમે આમ કરશો તો કામ થશે, નહી તો કામ થાય તેમ લાગતું નથી. મને કોઇ માણસ મળી જાય તો તેને લઇને હું જતો રહું. દરમિયાન વિજ કચેરીના એન્જિનીયર જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરતા હોય તેમ જણાય છે. તે અરજદારને કોઇ પણ સ્પષ્ટ જવાબ આપતા નથી.

આ પણ વાંચો — VADODARA : પેઢીઓથી ચાલતી દુકાનો પર પાલિકાની કાર્યવાહી