Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AGM : ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની AGM યોજાઇ, પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી નિમાયા

10:03 PM Jun 23, 2024 | Hiren Dave

 AGM :ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ એ રાજ્ય સરકારને સરકારી હોસ્પિટલો નું પ્રતિનિધિત્વ કરતું મંડળ છે જેની અંતર્ગત વિવિધ કોલેજો અને હોસ્પિટલો આવેલી છે. ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડળની સ્થાપના 17 -12 -1973 ના રોજ થઇ હતી. આ મંડળ આખા ગુજરાત રાજ્ય ની સરકારી હોસ્પિટલ નું પ્રતિનિધિત્વ કરે છે.

આજરોજ 23 જૂન 2024 રવિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં એસ એમ પટેલ નર્સિંગ કૉલેજ માં વાર્ષિક સામાન્ય સભા AGM ( annual general meeting)  યોજાઇ હતી. તેમાં ચિરાગ સોલંકી ને પ્રમુખ તરીકે સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા. તેઓ હાલમાં મહામંત્રી નો હોદ્દો તો સંભાળતા હતા પણ હવે પ્રમૂખ તરીકે ની પણ કામગીરી કરશે. રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ અંતર્ગત વિવિધ કોલેજો અને હોસ્પિટલ આવેલી છે જેમાં વિવિધ પ્રશ્નોને લઈને કામગીરી કરવામાં આવશે તેવું ચિરાગ સોલંકી એ જણાવ્યું હતું.

રાજ્યમાં આવેલી વિવિધ સરકારી હોસ્પિટલો તેમજ કોલેજો

  • સરકારી મેડિકલ કોલેજ કુલ: 6
  • જનરલ હોસ્પિટલ. કુલ : 22
  • સબ ડીસ્ટ્રિક હોસ્પિલ કુલ : 57
  • ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS ) કુલ: 13
  • મેન્ટલ હોસ્પિટલ. કુલ : 5
  • સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુલ: 425
  • જિલ્લા ક્ષય કેન્દ્ર કુલ : 33
  • વિભાગીય નાયબ નિયામક કચેરી : 6

વિભાગો

  1. આરોગ્ય વિભાગ (સામુહિક આરોગ્ય કેન્દ્રો )
  2. તબીબી સેવાઓ વિભાગ( જિલ્લા હોસ્પિટલો)
  3. તબીબી શિક્ષણ વિભાગ (મેડીકલ કોલેજૉ)
  4. તથા વડી કચેરી ગાંધીનગરનો પણ સમાવેશ કરાયો

 

નવ નિયુક્ત પ્રમુખ ચિરાગ સોલંકી એ જણાવ્યું હતું કે ઘણા સમયથી મહામંત્રી તરીકે મેં ફરજ બજાવી છે ત્યારે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ ની અંદર વિવિધ બાબતો પ્રશ્નો મારા ધ્યાનમાં છે અને તેને લઈને ફાર્માસિસ્ટ નાં પ્રશ્નો ને વાચા આપશે. તથા સરકાર અને ફાર્માસિસ્ટ વચ્ચે એક મહત્ત્વ ની કડી બની પ્રશ્નો નું સુખદ અંત લાવવાં પ્રયત્ન કરાશે.

અહેવાલ -સંજય  જોષી -અમદાવાદ

આ પણ  વાંચો  – NEET-UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ

આ પણ  વાંચો  – Navsari:14,00,000 ની કિંમતનું નવસારી થી ભેળસેળ યુક્ત ઘી ઝડપાયું

આ પણ  વાંચો  – Kutch: મુન્દ્રામાં દેશી દારૂ અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલેના દરોડા,9 લોકોની કરી ધરપકડ