Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : બોટકાંડમાં મૃતકોના પરિજનોનો કાળી પટ્ટી બાંધી વિરોધ, તંત્ર પર ગંભીર આરોપ

06:25 PM Jun 23, 2024 | PARTH PANDYA

VADODARA : જાન્યુઆરી માસમાં વડોદરામાં ઘટેલી બોટ દુર્ઘટના (VADODARA HARNI BOAT ACCIDENT) માં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડોદરાના હરણીબોટ કાંડમાં 5 મહિના વિત્યા છતાં ન્યાય નહી મળ્યો હોવાની વાતને લઇને આજે મૃતકોને પરિજનો દ્વારા હરણી તળાવ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરનારાઓના હાથમાં બેનર અને પ્લેકાર્ડ હતા. જેમાં બેનરમાં લખવામાં આવ્યું હતુંં કે, ભ્રષ્ટાચારમાં જીવ ગુમાવેલા નિર્દોષ બાળકો અને નાગરિકો. તેમજ પ્લે કાર્ડમાં લખ્યું હતું કે, વડોદરાના બાળકોની શું ભૂલ હતી કે, ભ્રષ્ટાચારે બાળકોનો ભાગ લીધો, ભ્રષ્ટાચારમાં જો દિલ્હીના સીએમને જેલમાં જવુ પડે તો ગુજરાતના અધિકારીઓને કેમ નહી ?. વડોદરા બાદ રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે વડોદરામાં તપાસ અત્યંત ધીમી ગતીએ થઇ રહી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ન્યાય આપવામાં આવે

સ્વજન ગુમાવનારના વાલી મીડિયાને જણાવે છે કે, 5 મહિના થઇ ગયા કોઇ એક્શન લેવાતું નથી. કોઇ સરકારી અધિકારી પગલાં લેવામાં આવતા નથી. તેના ચક્કરમાં બીજો કાંડ થઇ ગયો. રાજકોટની ઘટના ભ્રષ્ટાચારનો ભોગ લેવાયો છે. અમને ન્યાય આપવામાં આવે. અમે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવી રહ્યા છીએ.

વળતર પણ મળ્યું નથી

કોંગ્રેસના સિનિયર આગેવાન અને કોર્પોરેટર ચંદ્રકાંતભાઇ ભથ્થુ મીડિયાને જણાવે છે કે, એક વાત આ દુર્ઘટના નથી, માનવસર્જીત હત્યા છે. બીજી વાત આટલો સમય વિતી ગયો. માનવતા પરવારી ગઇ હોય, અને સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે જે દિવસે દુર્ઘટના થઇ ત્યારે તો મોટી મોટી વાતો કરતા હતા. અંદર જોવા જઇએ તો તેમના જ માણસો સંડોવાયેલા છે, તે નરી આંખે દેખાય છે. કેવો કેસ બનાવ્યો, જેમાં માનવસર્જીત હત્યા કરનારાઓ પાર્ટનર છુટી જાય, બીજા અંદર અમુક લોકો ના આવે, જેમના બાળકો ગયા છે, શિક્ષિકાના જીવ ગયા છે, તેમના પરિજનો રાહ જુએ કે અમને ન્યાય મળે. જ્યારે જ્યારે લોકોની ધીરજ ખુટશે ત્યારે આંદોલન થશે. તેમને વળતર પણ મળ્યું નથી. એક અથવા બીજા બહાના બેઠળ હેરાન કરે છે. ધીમે ધીમે આ બનાવ ભૂલી જવાય તે પ્રમાણેનું કાવતરૂ દેખાઇ રહ્યું છે. તેમની સામે લડવું જરૂરી છે.

તમારા કારણે બાળકો અમે ગુમાવ્યા

સંતાન ગુમાવનાર મહિલા જણાવે છે કે, 5 મહિના થશે. હજુ સુધી અમને ન્યાય નથી મળ્યું. સરકારને માંગ છે કે, ભ્રષ્ટાચારી નહી, ઇમાનદાર બનો. તમારી સિસ્ટમની બેદરકારી, નિષ્કાળજીના કારણે અમારુ પરિવારનું ભવિષ્ય ખરાબ કરી દીધું છે. તમારા પૈસા કમાવવાના લીધે અમારા છોકરાઓના જીવ ગયા છે. તમે માત્ર પૈસા કમાવવા સિસ્ટમ મુકી, તમે કોઇ સેફ્ટી મુકી નહી, સેફ્ટી મુકી હોત તો અમારા બાળકો અમારી પાસે હોત. તમારા કારણે અમારા બાળકો અમે ગુમાવ્યા છે. છતાં તમે અમારા પર ધ્યાન રાખતા નથી. બધે ઘટના બની, ગુજરાતમાં આવું કેમ થાય છે. સરકાર મતલબી છે. સ્કુલવાળા, પાલિકા પર કોઇ એક્શન લીધું નથી.

સજા મળવી જોઇએ

વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ મળેલા છે, તે લોકોને જનતાથી કોઇ મતલબ નથી. તેમની પહેલા પ્રાથમિકતા જનતા હોવી જોઇએ. સ્કુલ વાળા પર એક્શન કેમ નથી લીધા ! તમે મળેલા છો. સ્કુલ વાળા હસતા-ખેલતા અમારા બાળકોને લઇ ગયા અને સાંજે મૃતદેહ આપી દીધા. કેમ સ્કુલ વાળા પર કોઇ એક્શન નહી, તેમની જવાબદારી સાથે લઇ ગયા હતા. તેમને સજા મળવી જોઇએ. પ્રોજેક્ટ પૈસા કમાવવા માટે બનાવે છે, સુરક્ષાની જવાબદારી જોતા નથી. માણસાઇ હોય તો અમારા છોકરાઓને ન્યાય આપજો. જે પકડાયા તે જામીન પર છુટી ગયા છે.

ઘટના પાછળના મગરો ક્યાં છે !

સામાજીક અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ જણાવે છે કે, વાલીઓ રડી રડીને ન્યાય માંગે છે. સ્કુલ સંચાલક ઘટના બાદ રડતો હતો. તેના પર કોઇ એક્શન નથી લેવાતી. આ ઘટના પાછળના મગરો ક્યાં છે ! અમે શાળા સંચાલકો પાસે અમારા બાળકો અને શિક્ષકો માંગવા જઇશું.

આ પણ વાંચો — VADODARA : ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝર સામે ફરિયાદ, હાથ જોડી માંગી માફી