Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Yusuf Pathan : ભૂતપૂર્વ ક્રિકેટર અને TMC સાંસદે ખખડાવ્યાં HC નાં દ્વાર, જાણો શું છે મામલો ?

05:56 PM Jun 20, 2024 | Vipul Sen

વડોદરામાં (Vadodara) સરકારી પ્લોટ પર દબાણ મામલે પાલિકા દ્વારા પાઠવેલ નોટિસ અને ભાજપનાં (BJP) કોર્પોરેટર દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદન પત્ર આપી લેન્ડ ગ્રેબિંગ (land grabbing) હેઠળ કાર્યવાહી કરવાની માગ બાદ ભૂતપૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણે (Yusuf Pathan) હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. યુસુફ પઠાણે વડોદરામાં વિવાદિત જામીન મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી છે.

યુસુફ પઠાણે HC માં અરજી કરીને રજૂઆત કરી

માહિતી મુજબ, યુસુફ પઠાણે (Yusuf Pathan) હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી કે, વર્ષ 2012 માં જમીન માટે અરજી કરી હતી. જ્યારે વર્ષ 2014 માં કોર્પોરેશન (VMC) દ્વારા અલગ રિસોલ્યુશન લાવવામાં આવ્યું હતું. યુસુફ પઠાણે અરજીમાં રજૂઆત કરી કે, આ જગ્યાં કોર્પોરેશનની માલિકીની છે. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવામાં આવ્યું જે જરૂરી નથી. અમને નોટિસ મોકલવામાં આવી છે અને જો આ દૂર નહિં કરીયે તો સીધા બુલ્ડોઝર લઈને આવી જશે.

હાઈકોર્ટના VMC ને સવાલ

યુસુફ પઠાણે અરજીમાં આરોપ લગાવતા કહ્યું કે, હાલમાં જ લોકસભા ચૂંટણીનાં (Lok Sabha elections) પરિણામ આવ્યા છે અને હું અલગ પાર્ટીમાંથી ચુંટાઈને આવ્યો છું એટલે મને હેરાન કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટે (Gujarat High Court) પણ કોર્પોરેશનને સવાલ કર્યો કે, 10 વર્ષ સુધી તમે કેમ કંઈ કર્યું નહિં ? કોર્ટે કહ્યું કે, છેલ્લા 10 વર્ષ કંઈક કરવામાં ના આવ્યું અને 6 જૂન 2024 એ અચાનક નોટિસ મોકલવામાં આવી ? ગુજરાત હાઇકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસે આ મામલે ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચો – VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ

આ પણ વાંચો – VADODARA : પાદરા પાસે ધોબી ઘાટ પર દિવાલ ધરાશાયી, મહિલાઓ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો – VADODARA : SSG હોસ્પિટલનું કેન્ટીન “બિમારીનું ઘર”, જાણો તપાસમાં શું મળ્યું