Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : VMC ની કચેરી નજીક રહેતા રહીશો દુર્ગંધ મારતા પાણીથી ત્રસ્ત

12:16 PM Jun 20, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA – VMC) ની કચેરી નજીક આવેલા ખાડીયા પોળમાં રહેતા લોકો કાળા અને દુર્ગંધ મારતા પાણીથી ત્રસ્ત થયા છે. છેલ્લા 6 મહિનાથી અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહી આવી હોવાનો આરોપ સ્થાનિકો મુકી રહ્યા છે. આખરે વોર્ડ નં – 13 ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે સ્થાનિકોની વ્હારે આવ્યા છે. અને તેમને અવાજ બુલંદ કર્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો કામગીરી સત્વરે શરુ કરવામાં નહી આવે તો તેઓ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

કોઇ કામગીરી કરવામાં નથી આવી

લોકોની સમસ્યાનો અવાજ બનવા પહોંચેલા સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, જે સ્થળેથી આખા વડોદરાનું સંચાલન થઇ રહ્યું છે, તેની સામે આવેલી ખાડીયા પોળ નં 1 – 2 માં પાણી કાળુ અને ગંદુ આવે છે. કોઇ એવી સામાન્ય સભા નહી હોય જ્યાં આ અંગેની રજૂઆત કરવામાં નહી આવી હોય. વિસ્તારની બહેનોએ પણ રજૂઆત કરી છે. છતાં કોઇ પણ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. જ્યાં પાણીની સમસ્યા આવે તો લાઇન સ્કાર્વીંગ કરવાની હોય, તેને કાપવાની હોય, તેની ચકાસણી કરવાની હોય, ગટરો સાફ કરવાની હોય, પરંતુ અહિંયા કોઇ કામગીરી કરવામાં નથી આવી. જેના કારણે વિસ્તારની બહેનો 6 મહિનાથી કાળુ અને દુર્ગંધ મારતું પાણી પીવા મજબુર બન્યા છે.

ઝાડા-ઉલ્ટીના કેસો વધ્યા

વધુમાં તેમણે ઉમેર્યું કે, પાણી આવ્યા બાદ તેને ઉપયોગમાં લેતા પહેલા ગરમ કરવું પડે છે, જેના કારણે ગેસનું બીલ વધી જાય છે. પાણીના જગ લાવવા પડે છે, તે આર્થિક બોઝો વધારે છે. વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધી રહ્યા છે. ટુંક સમયમાં જો કામગીરી નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.

માત્ર પગાર લેવા માટે જ બેઠા છે !

સ્થાનિક મહિલાઓ સર્વે જણાવે છે કે, બહુ તકલીફ પડી રહી છે. 6 મહીનાથી પત્ર લખ્યા, એપ્લીકેશન કરી છતાં કોઇ ફેર પડ્યો નથી. તંત્ર જાગતું નથી. હવે આ વખતે નહી જાગે તો અમે આંદોલન શરૂ કરી શું. ઘરમાં બાળકો બીમાર થઇ રહ્યા છે. પાણી ઉકાળીએ છીએ છતાં તેની દુર્ગંધ જતી નથી. આ પાણીમાં કપડાં ધોઇ શકાતા નથી, પીવાની વાત તો દુર રહી. કામ નહી કરે તો અમે આંદોલન કરવા તૈયાર છીએ. કેટલી વખત ફિલ્ટરો બદલવા પડ્યા. કોઇ ઉકેલ નહી. શું પાલિકાની કચેરીમાં માત્ર પગાર લેવા માટે જ બેઠા છે ! અમે વેરા નથી ભરતા તો તમે તરત જ દંડ લઇ લો છો. વેરો લો છો તો કામગીરી પણ બતાવો.

આ પણ વાંચો — VADODARA : આજથી પંડ્યા બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક રસ્તા કયા રહેશે