Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jain Samaj : સુરતમાં જૈન સમાજે સમેટ્યું બે દિવસનું આંદોલન

11:58 PM Jun 18, 2024 | Vipul Sen

યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) જૈન તીર્થકરોની (Jain Tirthankar) પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાં મામલે મોટા સમાચાર આવ્યા છે. સુરત (Surat) શહેરમાં જૈન સમાજે આંદોલન સમેટ્યું છે. મૂર્તિ ખંડિત થવા મામલે છેલ્લા બે દિવસથી જૈન મુનિઓ, સ્વામી મહારાજો, અનુયાયીઓ અને લોકો ધરણાં પર હતા. જૈન સમાજની (Jain Samaj) તમામ માંગણીઓનો સ્વિકાર થતાં સુરત ખાતે આંદોલન પૂર્ણ થયું છે.

સુરતમાં જૈન સમાજે આંદોલન સમેટ્યું

યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે જૈન તીર્થંકરની પૌરાણિક પ્રતિમાઓ હટાવવા અને ખંડિત થવાની ઘટના બાદ જૈન સમાજનાં (Jain Samaj) લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરત, પાવાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાં જૈન સમાજનાં લોકો દ્વારા ધરણાં પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ દાખવવામાં આવ્યો હતો. જૈન સમાજનાં લોકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સુરતમાં (Surat) પણ છેલ્લા બે દિવસથી રાજ્યભરમાંથી જૈન સમાજનાં લોકો આવ્યા હતા અને ધરણાં પ્રદર્શનમાં સામેલ થયા હતા. માહિતી છે કે બે દિવસનાં ધરણાં પ્રદર્શનનો હવે સુખદ અંત આવ્યો છે. તમામ માગણીઓનો સ્વિકાર થતાં જૈન સમાજનું આંદોલન પૂર્ણ થયું છે.

જૈન સમાજનાં લોકોમાં હર્ષની લાગણી

ગૃહરાજ્યમંત્રીની સમાજનાં અગ્રણીઓ સાથે બેઠક

માહિતી છે કે, જૈન સમાજનાં તમામ લોકો પોતાનાં નિવાસસ્થાને રવાના થયા છે. સાથે જ જૈન સમાજનાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે. જો કે, પાવાગઢ (Pavagadh) વિવાદ શમાવવા સરકાર તરફથી પણ બેઠકોનો દૌર શરૂ થયો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જૈન સમાજનાં અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. ગાંધીનગર (Gandhinagar) પાસે ખાનગી સ્થળે આ બેઠક યોજાઈ હતી. સરકારની મધ્યસ્થી બાદ ફરિયાદ અને ચાલી રહેલી તપાસ દરમિયાન વિવાદ શમાવવા પ્રયાસ કરાયો હતો. જો કે, હવે સુરતમાં જૈન સમાજે આંદોલન સમેટ્યું છે.

આ પણ વાંચો – Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

આ પણ વાંચો – Surat : ખંડિત પ્રતિમાઓની પુનઃસ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી : જૈનાચાર્ય

આ પણ વાંચો – Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર