Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : સેન્ટમેરી સ્કુલમાં ફી વધારા સામે વાલીઓની જીત

03:57 PM Jun 15, 2024 | PARTH PANDYA

GONDAL : ગોંડલ (GODAL) ની સેન્ટમેરી સ્કુલ માં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓ ને જાણ કર્યા વગર સ્કુલ નાં સંચાલકો દ્વારા ૨૫ ટકા ફી (SCHOOL FEES HIKE) વધારો કરાતા વાલીઓ માં રોષ ફાટી નિકળ્યો હતો. ફી વધારા અંગે નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ થતા સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલનાં તઘલખી નિર્ણય સામે આગબગુલા બની ઉગ્ર રજૂઆત કરતા સંચાલકોની શાન ઠેકાણે આવી હતી. અને ફી વધારો પાછો ખેંચાયો હતો. વધુમાં સ્કુલ બસની ફી માં પણ કરાયેલ વધારો પાછો ખેંચવા બાહેંધરી અપાઇ હતી. સ્કુલનાં પુસ્તકો ખરીદવા પોતાના માનીતા બુકસ્ટોર માંથી જ ફરજિયાત પુસ્તકો ખરીદવાનો નિર્ણય પણ બદલી કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકાશે તેવી ખાત્રી અપાતા વાલીઓ એ રાહત નો શ્વાસ લીધો હતો.

સંચાલોને ઉગ્ર રજૂઆત કરી

પ્રાપ્ત વિગત મુજબ અત્રેની સેન્ટમેરી સ્કુલ નાં અંદાજે ૧૬૦૦ વિદ્યાર્થીઓ પર સ્કુલ ઉઘડતા જ ૨૫ ટકાનો ફી વધારો ઠોકી દેવાતા વાલીઓ રોષીત બન્યા હતા. ખાસ કરી મધ્યમવર્ગીય પરિવારનાં વિદ્યાર્થીઓ માટે ફી વધારો અસહ્ય હોય સેન્ટમેરી સ્કુલનાં તઘલખી નિર્ણય અંગે લડાયક અગ્રણી અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરાતા તેઓ સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલ નાં સંચાલોને ઉગ્ર રજૂઆત કરી હતી.

તુરંત ફી વધારો પરત ખેંચ્યો

રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈ પણ સ્કુલ માં ફી વધારો કરતા પહેલા જીલ્લા ફી નીવારણ સમિતી ને દરખાસ્ત કરી મંજુરી લેવાની હોય છે. વ્યાજબી કારણો બાદ ફી વધારાની મંજુરી અપાતી હોય છે. પરંતુ સેન્ટમેરી સ્કુલમાં સંચાલકો દ્વારા કોઈ મંજુરી વગર જાણે તેઓને રાત્રે સ્વપ્ન આવ્યું તેમ સવારે ૨૫ ટકા ફી વધારાનો નિર્ણય ફરમાવી દેવાયો હતો.

યોગ્ય ખાત્રી આપી

રાજેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતને લઈને ઢીલાઢફ બનેલા સંચાલકોએ તુરંત ફી વધારો પરત ખેંચ્યો હતો. વધુમાં સ્કુલ બસ માટે પણ ફી વધારો કરાયો હોય તે અંગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી. સ્કુલ દ્વારા ફતવો બહાર પડાયો હતો કે, સ્કુલનાં પુસ્તકો કે નોટ બુકસ તેમના માનીતા ચોક્કસ બુકસ્ટોર માંથીજ ખરીદવા તે અગે પણ ફેરફાર કરી વાલીઓ કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકશે તેવું જણાવ્યું હતું.

ન્યાયિક રજૂઆત ઉઠાવશે

રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, શહેર ની અન્ય કેટલીક સ્કુલોમાં પણ ફી સહિત કેટલાક તઘલખી નિયમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.જેની સામે આગામી સમય માં વાલી મંડળ ની રચના કરી ન્યાયિક રજૂઆત દ્વારા આવાઝ ઉઠાવાશે.

આહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો —GONDAL : માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, મહિલાને ઇજા