Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh : BJP ધારાસભ્યે મામલતદાર કચેરી સામે તડકામાં બેસીને અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો

01:47 PM Jun 15, 2024 | Vipul Sen

Junagadh : ભાજપના (BJP) એક બાદ એક નેતાઓ તંત્ર સામે મોરચો માંડી રહ્યા છે. સૌરાષ્ટ્રના (Saurashtra) વધુ એક ધારાસભ્ય તંત્ર સામે પડ્યા છે. માણાવદરના (Manavdar) ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ (Arvind Ladani) પ્રિ-મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ મામલતદાર ઓફિસે તડકામાં બેસીને અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો. જણાવી દઈએ કે, અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા બાદ ફરી ધારાસભ્ય બન્યા છે.

તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો

છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં ભ્રષ્ટાચારને (corruption) લઈ બીજેપીના નેતાઓ તંત્ર સામે મેદાને આવી રહ્યા છે. સંજય કોરડિયા, યોગેશ પટેલ, કુમાર કાનાણી ( Kumar Kanani ) અને અમુલ ભટ્ટ (Amul Bhatt) બાદ હવે જુનાગઢ જિલ્લાના (Junagadh) માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી તંત્ર સામે આકરા થયા છે. પ્રિ મોન્સૂન કામગીરી ( pre-monsoon activity) સહિત ભ્રષ્ટાચાર મુદ્દે અરવિંદ લાડાણીએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યે મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો.

કામ ના થાય તો 26 જૂનથી આંદોલનની ચીમકી

માહિતી મુજબ, પ્રિ-માનસૂન કામગીરી અને ભ્રષ્ટાચાર મામલે સ્થાનિકોની વારંવારની ફરિયાદ બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ (Arvind Ladani) પાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને આડે હાથ લીધા હતા. આ સાથે લોક દરબારમાં અધિકારીઓ હાજર ન રહેતા MLA રોષે ભરાયાં હતા. ભાજપ નેતા અરવિંદ લાડાણીએ અધિકારીઓને લોકોની ફરિયાદનો નિકાલ કરવા માટે 25 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. કામગીરી નહીં થાય તો 26 જૂનથી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો – Sabar Dairy : સાબરડેરીના વહીવટ સામે બાયડના ધારાસભ્યનો ઉગ્ર આક્રોષ

આ પણ વાંચો – Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો – VADODARA : શહેર પ્રમુખના નિવેદન બાદ BJP MLA નો વળતો પ્રહાર