Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD : પાલિકાના અણઘડ વહીવટે લોકોની મુશ્કેલી વધારી

11:00 AM Jun 15, 2024 | PARTH PANDYA

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) માં તમામ વૉર્ડમાં એક એક વાઈટ ટોપિંગ રોડ (WHITE TOPPING ROAD) બનાવવા માટેનું આયોજન અમદાવાદ મનપા કરી રહી છે. પરંતુ મનપાના અડધણ વહીવટનો નમુનો નારણપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ડ્રેનેજનું કામ કરવાનું બાકી છે

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં દરેક વૉર્ડમાં એક વાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના નારણપુરામાં 29 મે, ના રોજ વાઇટ ટોપિંગ રોડ બનાવવાનું કામ લાડલી ચાર રસ્તા થી લઈને પ્રગતિનગરનું શરૂ કરવામાં આવ્યું છે. સત્તાવાર ચોમાસુ બેસે તેના થોડાક જ દિવસ પહેલા આ પ્રકારનું કામ શરૂ કરાયું, જે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે. લોકોનું માનવું છે કે, એક તરફનો રોડ બંધ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા તો વધી જ છે, પરંતુ આસપાસના રહેતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વખત ભ્રષ્ટાચારનું ઉદાહરણ આ રોડે પર પૂરું પાડ્યું છે. એક લેનનો રોડ બન્યા બાદ ખ્યાલ આવ્યો કે ડ્રેનેજનું કામ કરવાનું બાકી છે. માટે રોડ બન્યા બાદ હવે ડ્રેનેજો ખોદવાની શરૂ કરવામાં આવી છે. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. સાથે જ આસપાસમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં કેવી રીતે જવું તે પણ મોટો સવાલ બન્યો છે.

લોકોને હેરાનગતિ

ચોમાસાની શરૂઆત પહેલા જ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ક્યાંય સ્પષ્ટ કરે છે કે, મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો નમુનો આ વાઇટ ટોપિંગ રોડ છે. જેમાં કોઈપણ પ્રકારના નીતિ નિયમોનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું. ત્યારે આ રોડ ના કારણે પણ લોકોને હેરાનગતિ થઇ રહી છે. અને આ પરિસ્થિતિ એક જગ્યાએ નહીં પરંતુ તમામ જગ્યાઓ પર છે, જ્યાં આ પ્રકારે વાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવ્યા છે.

કરોડો રૂપિયાનો વ્યય

વાઈટ ટોપીંગ રોડ બનાવવાની શરૂઆત બેંગલોરમાં કરવામાં આવી હતી પરંતુ બેંગ્લોરમાં જ સમગ્ર પ્રોજેક્ટ ફેલ જતા બંધ કરાયો છે પરંતુ બેંગલોર ના નામ પર જ અમદાવાદમાં એક બાદ એક વાઈટ ટોપીંગ રોડ ના નામ પર કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

અહેવાલ — રીમા દોશી, અમદાવાદ

આ પણ વાંચો — AHMEDABAD : સાસરિયાઓથી કંટાળીને ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ