Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ANAND : સતત ત્રીજી ટર્મ ખીલ્યુ કમળ, મિતેષ પટેલ બન્યા લોકોની પસંદ

05:57 PM Jun 04, 2024 | PARTH PANDYA

ANAND : જે ભૂમિએ દેશને લોખંડ પુરૂષ અને એકતાના પ્રતિક સમા સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા તે બેઠક એટલે દેશના મિલ્ક કેપિટલ તરીકે ઓળખાતી આણંદ લોકસભા બેઠક (ANAND LOKSABHA SEAT) . એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર વર્ષ 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર વચ્ચે કમળ ખીલ્યું હતું. આજે સતત ત્રીજી ટર્મમાં પણ આ બેઠક પર કમળ ખીલ્યું છે. અહિંયાથી ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ (બકાભાઇ) વિજયી બન્યા છે. તેમણે 16 રાઉન્ડના અંતે 6,12,484 મત મેળ્યા છે. જે પૈકી 89,939 મતોની લીડ છે. સામે કોંગ્રેસના અમિત ચાવડાને 5,22,545 મત મળ્યા છે.

આંતરિક વિરોધ

એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ લોકસભા બેઠક પર પાર્ટીએ સિનિયર આગેવાન અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા હતા. તો બીજી તરફ ભાજપે મિતેષભાઇ પટેલને ઉતાર્યા હતા. મિતેષ પટેલનો આંતરિક વિરોધ વધારે હોવાના કારણે તેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવારને મળે તેવી આશા હતી. પરંતુ આશા અધુરી રહી ગઇ છે. લોકોએ મિતેષ પટેલને ફરી એક વખત વિજેતા બનાવીને સાંસદ મોકલવાનું મન બનાવી લીધું છે. જે પરિણામોમાં છલકાઇ રહ્યું છે.

કોઇ કસર છોડી ન્હતી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું અહીં પ્રભુત્વ રહેલું હતું. પાટીદાર અને ઓબીસી મતદારો આ બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી આજ લોકસભા બેઠક પર આવેલી છે. કોંગ્રેસના નેતા ઈશ્વર ચાવડા પાંચ વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 1957 થી 2019 સુધીમાં આણંદ બેઠક પર ભાજપને 4 વખત જીત મળી છે. વર્ષ 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ લોકસભા બેઠક પર જનતા પાછલા બે ટર્મથી ભાજપને આશીર્વાદ આપી રહી છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેષ પટેલ સામે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. જે બાદ તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા પાર્ટીએ અમિત ચાવડાની પસંદગી કરી હતી. અમિત ચાવડાએ જીત મેળવવા માટે કોઇ કસર છોડી ન્હતી. પરંતુ ચૂંટણીનું પરિણામ તેનાથી વિપરીત આવ્યું છે. અને પ્રજાએ કમળ ખીલવ્યું છે.

આણંદના કુલ મતદાર

  1. પુરુષ મતદાર – 9,05,954
  2. સ્ત્રી મતદાર – 8,69,425
  3. અન્ય મતદાર – 130
  4. કુલ મતદાર – 17,75,509

કુલ 17 લાખ 75 હજાર 509 જેટલા મતદારો

એક કાર્યકર્તાને વિધાનસભા કે પછી લોકસભા સુધી પહોંચાડવામાં મતદારો જ પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે,, નવી યાદી મુજબ આણંદ લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારો આ વખતે મતાધીકારનો ઉપયોગ કરશે. આ બેઠક પર પુરૂષ મતદારો કુલ 9 લાખ 5 હજાર 954 છે જ્યારે મહિલા મતદારો કુલ 6 લાખ 69 હજાર 425 જ્યારે અન્ય 130 સહિત કુલ 17 લાખ 75 હજાર 509 જેટલા મતદારો નોંધાયા છે. હવે આ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણ પર એક નજર કરીએ તો આણંદ લોકસભા બેઠકમાં દલિત સમાજના મતદારોની સંખ્યા 20 ટકા છે, જ્યારે ઓબીસી સમાજની 15 ટકા તો પાટીદાર સમાજની 17 ટકા જ્યારે, રાજપુર સમાજની 14 ટકા તો મુસ્લિમ સમાજની 7 ટકા જ્યારે બ્રાહ્મણ સમાજની 6 ટકા. જૈ પૈકી આણંદ બેઠક પર 63.96 ટકા મતદાન નોંધાયું હતું.

આણંદનું જ્ઞાતિવાદી સમીકરણ

  1. દલિત – 20 ટકા
  2. OBC – 15 ટકા
  3. પાટીદાર – 17 ટકા
  4. રાજપૂત – 14 ટકા
  5. મુસ્લિમ – 7 ટકા
  6. બ્રાહ્મણ – 6 ટકા

આ પણ વાંચો — BHARUCH : મનસુખ વસાવા જ ચાલે, ચૈતરના ધમપછાડા નાકામ